સુરતએક કલાક પહેલા
- કૉપી લિંક

કોરોના સંક્રમણની સ્થિતિને પહોંચી વળવા માટે મોકડ્રીલનું આયોજન
સુરતની કોવિડ સિવિલ હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાઈ હતી. જે રીતે કોરોનાનાં કેસોમાં વધારો થઈ રહ્યો છે, તેને જોઈને તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. હાલ કોવિડ હોસ્પિટલમાં 50 જેટલા બેડ તૈયાર કરી દેવાયા છે. હાલ કોવિડની પરિસ્થિતિને પહોંચી વળવા માટે હોસ્પિટલમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
મોકડ્રીલ કરીને વ્યવસ્થાનો તાગ મેળવ્યો
સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કોવિડના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે તંત્ર પણ સજજ થઈ ચૂક્યું છે. જો કે, કેસોમાં વધારો થતાં સુરતની સિવિલ કોવીડ હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાઈ હતી. કોરોનાની લ્હેર ફરીથી વધે તો કંઈ રીતે દર્દીઓને તુરંત સારવાર મળે તે માટે ટ્રેનિંગ અપાઈ હતી. જો કે, મોકડ્રીલ યોજાઈ હતી ત્યારે એક યુવકને અચાનક શ્વાસમાં તકલીફ પડી હતી અને તુરંત તેને સારવાર માટે સિવિલ કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડોકટરો દ્વારા દર્દીને તાત્કાલિક ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી અને આવી જ રીતે તમામ કોરોના સંક્રમિત દર્દીઓને ઝડપથી સારવાર મળી શકે તે દિશામાં તૈયારીઓ કરવામાં આવી રહી છે.

બેડ અને ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી
સિવિલ હોસ્પિટલ સુપ્રિડેન્ટ ગણેશ ગોવલકરે જણાવ્યું કે, હાલ સુરતની સિવિલ હોસ્પિટમાં કોવિડ હોસ્પિટલમાં 50 બેડ તૈયાર કરી દેવામાં આવ્યા છે તેમજ ઓકસિજનનાં પ્લાન્ટનાં ટેન્કમાં ઓકસિજન ભરી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં કેસો વધે તો કંઈ રીતે કામગીરી કરવી તેના ભાગરૂપે મોકડ્રીલ યોજાઈ પણ યોજી છે.

આરોગ્ય મંત્રીની વિઝીટ બાદ તંત્ર પણ એલર્ટ
હાલ સુરત શહેરની અંદર કોરોના સંક્રમણની સ્થિતિ ખૂબ જ નિયંત્રણમાં છે પરંતુ, દેશભરની અંદર ધીરે-ધીરે કોરોના સંક્રમણનાં કેસમાં વધારો થઈ રહ્યો છે. તે જોતા રાજ્ય સરકાર દ્વારા પણ તકેદારીના ભાગ રુપે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી રહી છે. તાજેતરમાં જ નવી સિવિલ હોસ્પિટલની આરોગ્ય મંત્રી દ્વારા સરપ્રાઈઝ વિઝીટ લેવામાં આવી હતી અને ત્યારબાદ જ વહીવટી તંત્ર દ્વારા મોક ડ્રીલનું આયોજન કરીને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો છે. આરોગ્ય મંત્રી દ્વારા તમામ પ્રકારના જરૂરી સૂચનો ન્યુ સિવિલ હોસ્પિટલનાં અધિકારીઓને આપવામાં આવ્યા હતા.