Thursday, April 27, 2023

સુરતમાં સાસરિયાંએ વિધવા પુત્રવધૂ પિયરથી આવ્યા બાદ ઘરમાં ન આવવા દીધી, દીકરી સહીત સાસરીમાં સ્થાન અપાવ્યું | In Surat, in-laws did not allow widow daughter-in-law to enter the house after coming from Peer, gave place to in-laws along with daughter. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, In laws Did Not Allow Widow Daughter in law To Enter The House After Coming From Peer, Gave Place To In laws Along With Daughter.

સુરત22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરતના નવાગામ ડીંડોલી વિસ્તારમાં ટીબીની બીમારીને કારણે પતિનું મૃત્યુ થવાથી અને દિકરીને પણ ટીબી હોવાથી સાસરીવાળા વિધવાને ઘરમાં પેશવા દેતા ના હોય 181 મહિલા હેલ્પ લાઇનની મદદ લીધી હતી. અભયમ રેસ્ક્યુ ટીમે કતારગામ સ્થળ પર પહોંચી સાસરિયાંને કાયદાકીય સમજ આપી વિધવાને ઘરમાં સ્થાન અપાવતાં વિધવાને ખુબ મોટી રાહત થઈ હતી.

પતિનું મૃત્યુ થયાને બે માસ થયા છે
મળતી માહિતી મુજબ નવાગામ ડીંડોલી સુરત વિસ્તારમાંથી 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર એક પીડિત મહિલાનો ફોન આવ્યો હતો કે સાસરીવાળા તેમને ઘરમાં રાખવાની ના પાડે છે. સ્થળ પર પહોંચી વાતચીત કરતા તેમણે જણાવ્યું કે તેમના પતિને ટીબીની બીમારી હતી અને પતિનું મૃત્યુ થયાને બે માસ થયા છે, પીડિતાને સંતાનમાં 21 વર્ષની એક દીકરી છે અને દીકરીને પણ ટીબીની બીમારી છે.

સાસરિયા પરિણીતાને માનસિક ત્રાસ આપતા
પીડિતાએ જણાવ્યું કે તેમના સાસરીવાળાએ કહ્યું હતું કે થોડા દિવસ પિયરમાં રહી આવો તેથી પીડિતા દીકરી સાથે તેમના પિયરમાં એક અઠવાડિયું થયું રહેવા ગયા હતા અને આજે પરત તેમના સાસરીમાં આવ્યા ત્યારે સાસરીવાળા પીડિતાને ઘરમાં રાખવાની ના પાડતા હતા અને પીડિતાની દીકરીને ટીબીની બિમારી હોવાથી સાસરીવાળા દીકરીના લીધે તેના પિતાનું અવસાન થયું હોવાનું કહી માનસિક ત્રાસ આપે છે તેથી 181 મહિલા હેલ્પલાઇન પર ફોન કર્યો હતો.

સાસરિયાંએ અભયમની ટીમે સમજાવ્યા
અભયમની ટીમે પીડિતાના સાસુ સસરા અને નણંદ સાથે વાતચીત કરી તેમને સમજાવ્યા હતા અને કાયદાકિય સમજ આપી હતી. પીડિતાના સાસુ સસરા અને નણંદે પીડિતાને ઘરમાં રાખવાની હા પાડી છે, પીડિતાએ પણ સાસરીવાળા સાથે સમાધાન કર્યું છે. પીડિતાને વિધવા પેન્શન યોજના અંગે અને આરોગ્ય સારવારની સરકારી યોજનાઓ વિશે સમજ આપી હતી.

Related Posts: