- Gujarati News
- Local
- Gujarat
- Surat
- In Surat, A Middle aged Man Who Used To Come Home Frequently In Friendship Committed Rape By Taking Advantage Of His Loneliness, The Pot Exploded When His Daughter Became Pregnant.
સુરતએક કલાક પહેલા
- કૉપી લિંક

મિત્રની દીકરી સાથે બળાત્કાર કરનાર આરોપીને રાંદેર પોલીસે ઝડપી પાડ્યો
શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા આધેડના મિત્રએ તેની જ દીકરી પર દાનત બગાડી હતી. મિત્રતામાં અવારનવાર ઘરે આવતા આધેડે એકલતાની લાભ લઇ મિત્રની 13 વર્ષની દીકરી પર બળાત્કાર ગુજાર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે ત્યારબાદ પણ જમવાનું લેવાની લાલચ આપી પ્રાઈમ આર્કેડની પાછળ ગાર્ડનમાં લઈ જઈ ત્યાં પણ કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો અને ગર્ભવતી બનાવી દીધી હતી. જોકે છ મહિના બાદ કિશોરી ગર્ભવતી હોવાનું સામે આવતા આખો મામલો સામે આવ્યો હતો. બનાવને પગલે કેશોરીના પિતાએ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા આધેડનો મિત્રનવીન દામજીભાઈ ડાવરા પાલ કેનાલ રોડ પર આભૂષણ રેસીડેન્સીમાં રહે છે. નવીન અવારનવાર મિત્રના ઘરે આવતો હતો. એકાદ વર્ષ અગાઉ નવીન જ્યારે ઘરે આવ્યો ત્યારે કોઈ હાજર ન હતું અને મિત્રની 13 વર્ષની દીકરી ઘરમાં એકલી સૂતી હતી. ત્યારે આ તકનો લાભ ઉઠાવી ઘરમાં સુતેલી દીકરી સાથે જબરદસ્તી કરી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. અને આ વાતની જાણ કોઈને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. કિશોરીએ આ વાતની જાણ કોઈને કરી ન હતી.
ફરી ગાર્ડનમાં બળાત્કાર ગુજાર્યો
જોકે પિતાના મિત્રએ છ સાત મહિના અગાઉ પણ ફરીથી કિશોરીને મિત્રના ઘરે આવી જમવાનું લેવા જવું છે અને દીકરીને સાથે લઈ જઉં છું કહીને અડાજણમાં પ્રાઈમાર્કેટની પાછળ આવેલ એક ગાર્ડનમાં લઈ ગયો હતો. જ્યાં પણ કિશોરીને ધમકાવી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો.જોકે ત્યારબાદ નવીન ફરાર થઈ ગયો હતો.
કિશોરી ગર્ભવતી બની જતા પિતાને માલુમ ઘટના
છ મહિના પહેલા ગુજારેલા બળાત્કાર બાદ ગતરોજ કિશોરીને પેટમાં દુખાવો થતાં તેને તેના પિતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં કિશોરી ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. બનાવની જાણ થતાં જ રાંદેર પોલીસ સ્મીમેર હોસ્પિટલ પહોંચી કિશોરીનું નિવેદન લીધું હતું. જેમાં તેના પિતાના મિત્રો નવીન ડાવરાની કરતુંત સામે આવી હતી. પોલીસે નવીન સામે બળાત્કારનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.