- Gujarati News
- Local
- Gujarat
- Surat
- In Surat, A Rickshaw Puller Was Robbed By Saying ‘I Am In Dstaff’, Threatened To Kill Him If He Did Not Keep Silent While Protesting.
સુરત13 મિનિટ પહેલા
- કૉપી લિંક

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ રોકેટ સર્કલ પાસે એક ઓટો રીક્ષા ચાલક પેસેન્જરની રાહ જોઈ ઉભો હતો. આ સમયે એક ઈસમ તેની પાસે આવ્યો હતો અને પોતાની ઓળખ ડીસ્ટાફ પોલીસ તરીકે આપી હતી. આ ઈસમે ઓટો રીક્ષા ચાલકને પોતાની બાઈક પર બેસાડી અંધારામાં લઇ ગયો હતો જ્યાં ડુપ્લીકેટ પોલીસે રીક્ષા ચાલકને એલફેલ ગાળો આપી તેની પાસેથી રોકડા રૂપિયા 1700 લૂંટી લીધા હતા. જોકે આ સમયે રીક્ષા ચાલકે વિરોધ કરતા તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવને પગલે ભોગ બનનારે રાંદેરમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 50 જેટલા સીસીટીવી ચેક કરી આરોપીને ઝડપી પાડયો છે.
સાદા કપડામાં રીક્ષા ચાલકને કડકાઈ બતાવી
રાંદેર પાલનપુર જકાનાકા વિદ્યાકુંજ સ્કૂલ સામે સહયોગ એપાર્ટમેન્ટમાં રહેતો રીક્ષા ચાલક મુકુલ રતીલાલ રાણા (ઉ.વ. 58) રાત્રીના સુમારે પોતાની રીક્ષા રાંદેરના રોકેટ સર્કલ પાસે ગ્રાહકની રાહ જોઈને ઉભો હતો. તે વખતે તેની પાસે બાઇક પર સાદા કપડામાં પોલીસ જેવી હેરકટવાળો એક યુવાન ઘસી આવ્યો હતો. યુવાને મુકુલભાઇને કડકાઇથી પુછ્યું હતું કે અહીં કેમ ઉભા છો? જેના જવાબમાં મુકુલભાઇએ પેસેન્જરની રાહ જાવ છું એવું કહ્યું હતું.
અંધારામાં લઈ જઈ લૂંટ ચલાવી
હુ રાંદેર પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફમા છું, તને ચેક કરવો પડશે અને પોલીસ સ્ટેશન લઇ જવો પડશે એમ કહ્યું હતું. રીક્ષા ચાલકને બાઇક બેસાડીને રાંદેર રોડ ગોરાટ મંદિર તરફ જવાના રોડ પર રાયન સ્કૂલ નજીક લઇ ગયો હતો. જયાં અંધારાનો લાભ લઇ ચેક કરવાની બહાને પર્સમાંથી રોકડા રૂ. 1700 કાઢી લીધા હતા.
મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો
મુકુલે વિરોધ કરતા ચુપચાપ જતો રહે નહીં તો મારી નાંખીશ તેવી ધમકી આપી બાઇક પર લઇ ચાલ્યો ગયો હતો. પોતાની સાથે બનેલી ઘટના અંગે મુકુલે પુત્ર જય રાણા (રહે. કસ્તુરબા સોસાયટી, પાલનપુર પાટીયા, રાંદેર રોડ) ને કર્યા બાદ ગત રાતે પોલીસના સ્વાંગમાં પૈસા પડાવનાર ગઠિયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.
50થી પણ વધારે સીસીટીવી ફુટેઝ ચેક કરી આરોપીને ઝડપ્યો
બી એમ ચૌધરી (એસીપી) એ જણાવ્યું હતું કે, સોસાયટીઓ તથા વેપારી એકમ, શૈક્ષણીક સંસ્થાઓ, પેટ્રોલપંપ, હોસ્પિટલોની મદદથી તેઓના સંકલનમા લોક ભાગીદારીથી રોડ સાઈડ વ્યુ કવર થાય તેવા નવા સીસીટીવી કેમેરા રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગાવવામા આવ્યા છે. જેથી રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં 50થી પણ વધારે સીસીટીવી ફુટેઝ ચેક કરી બાતમી આધારે નકલી પોલીસ બની લોકો પાસેથી પૈસા પડાવતા ફરઝ ઉર્ફે સલમાન મોહમદ ફકીર શેખને પકડી પાડ્યો છે.