મહુવા (ભાવનગર)એક કલાક પહેલા
- કૉપી લિંક

મોરારીબાપુ દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ હનુમંત એવોર્ડ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. આ એવોર્ડની અંદર કલાક્ષેત્રે તેમજ અનેક વિવિધ ક્ષેત્રોના વિરાસતોને એવોર્ડ એનાયત કરવામાં આવે છે. રંગભૂમિ હોય કે પછી નાટક કે પછી ફિલ્મ ક્ષેત્રે, ટીવી સીરીયલ તેમજ તમામ પ્રકારના વાદકોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે. એવોર્ડનો મુખ્ય હેતુ એવો હોય છે કે દર વર્ષે હનુમાન જયંતીના દિવસે ચિત્રકૂટ ધામ તલગાજરડામાં હનુમાનજીની પ્રતિમા સામે તમામ કલાકારોને એવોર્ડ એનાયત કરવામાં આવે છે.

2006થી લઈને 2023ના એન્ડ સુધી તમામ કલાક્ષેત્રે પોતપોતાની ભૂમિકા ભજવતા તેવા કલાકારોને આજે એવોર્ડ આપવામાં આવ્યો છે. ખાસ કરીને ફિલ્મ જગતમાં સારું એવું નામ ધરાવતા જેકી શ્રોફને પણ આજે એવોર્ડ આપવામાં આવ્યો હતો. સાથે રામાયણ સિરીયલના લક્ષ્મણનો અભિનય ભજવ્યો હતો. એવા સુનિલ લહેરીને પણ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આદિવાસી નૃત્યના કલાકારને પણ એક એવોર્ડ આપવામાં આવ્યો હતો અને અનેક નાટકોમાં ભૂમિકા ભજવેલા એવા નાટ્ય કલાકારને એવોર્ડ આપવામાં આવ્યો હતો. સાથે સાથે સંગીતના ક્ષેત્રમાં નામના મેળવી હોય તેવા કલાકારને પણ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યો હતો. હનુમાન એવોર્ડ આપી તમામ મહેમાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડની અંદર એક મોમેન્ટો તેમજ સાલ તેમજ સન્માનિત રાશી પણ અર્પણ કરવામાં આવે છે.






