પાટણ નગરપાલિકાની આજે મળેલી સભામાં વિવિધ વિકાસના કામો મંજૂર કરાયા, કરાર આધારિત કર્મચારીઓની ભરતી કરવાનો નિર્ણય | In today's meeting of Patan Municipality, various development works were approved, decision was taken to hire contractual employees. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In Today’s Meeting Of Patan Municipality, Various Development Works Were Approved, Decision Was Taken To Hire Contractual Employees.

પાટણ2 કલાક પહેલા

  • કૉપી લિંક

પાટણ નગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં સત્તાધારી પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ વિકાસલક્ષી કામોમાં વિલંબ અને કોન્ટ્રાક્ટર તથા જે-તે એજન્સીઓ સાથે સંકલનના અભાવને લઇ ચીફ ઓફિસર અને અધિકારીઓને ઘેરી પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો.

સામાન્ય સભામાં એજન્ડા ઉપરના 38 અને વધારાના 18 મળી કુલ 56 કામોની ચર્ચા થઇ હતી. જેમાં એક કામ રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. જયારે આગામી સમયમાં પાટણ નગરપાલિકામાં ફરજ બજાવતા કરાર આધારીત હંગામી ફિકસ પગારના કર્મચારીઓની મુદત પૂર્ણ થતી હોઇ ફરીથી જાહેરાત આપી હંગામી કર્મચારીઓની ભરતી કરવા નિર્ણય કરાયો હતો.

પાટણ નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ સ્મિતાબેન એ. પટેલના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી. જેમાં શૂન્યકાળની ચર્ચા દરમ્યાન શહેરમાં મંજુર થયેલા વિકાસકામોમાં થઇ રહેલા વિલંબને લઇ સત્તાધારી અને વિપક્ષના સભ્યોએ ચીફ ઓફીસર તેમજ જે તે શાખાના અધિકારીઓ ઉપર પસ્તાળ પાડી હતી.જેમાં અંબિકા નેળીયામાં રોડની કામગીરી ગુણવત્તા વિહીન થઇ રહી છે જે મામલે આ વિસ્તારના કોર્પોરેટરે કોન્ટ્રાક્ટરને કહેતા ઉધ્ધતાઇપૂર્વક જવાબ આપી જણાવેલ કે, તમે કંઇ કરી શકો તેમ નથી જેથી આ કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરી કામની ગુણવત્તાની યકાસણી કર્યા બાદ જ બિલની યુક્પણી કરવા કોર્પોરેટર જયેશભાઇ પટેલે જણાવ્યું હતું. તો નરેશ દવે ગેરકાયદેસર બની રહેલ બિલ્ડીંગના મુદ્દે જણાવ્યું હતું કે, ગત સામાન્ય સભામાં રજાચિઠ્ઠી કેન્સલ કરવા ઠરાવ કરાયો હતો છતાં ગેરકાયદેસર રીતે બીયુ પરમીશન આપવામાં આવી છે. તેઓએ સીધો આક્ષેપ કર્યો હતો કે, અધિકારીઓ પૈસા લઇ કામ કરે છે. વોર્ડ નં.9માં હાલ રોડ બની રહ્યો છે. મેં આજે મુલાકાત લેતા કોન્ટ્રાક્ટર હાજર મળ્યા ન હતા.

શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, અધિકારીઓના મનધડત નિર્ણયોને કારણે કોર્પોરેટરોને હેરાન થવુ પડે છે. મતદારો કામ માટે કહે છે પરંતુ કામો થતા નથી. કોન્ટ્રાક્ટરો સમયમર્યાદામાં કામ ન કરે તો પેનલ્ટી લઇને સમયમર્યાદા વધારવા અધિકારીઓને તાકીદ કરી હતી. વિપક્ષ કોંગ્રેસના ભરત ભાટીયાએ પણ કોન્ટ્રાક્ટરોની કામગીરી પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો હતો. પીવાના પાણીની સમસ્યાને લઇ નગરપાલિકામાં શહેરીજનોના ટોળા આવે છે. પરંતુ નકકર કામગીરી કરાતી નથી. ભુગર્ભ ગટરના પ્રશ્નો પણ ઉકેલાતા નથી.

આજની આ સામાન્યસભામાં પાટણ નગરપાલિકાની જુદીજુદી શાખામાં કરાર આધારિત હંગામી ધોરણે ફિકસ પગારથી કોમ્પ્યુટર ઓપરેટર, પટાવાળા, ડ્રાયવર, વાયરમેન, હેલ્પર, સફાઇ કામદાર, સીક્યુરીટી ગાર્ડ, માળી, કામદાર, વાનશાખામાં ડ્રાયવરો 50, હેલ્પર-15, જેસીબી ઓપરેટર-3, ટોલર ઓપરેટર, મિકેનીકલ ફોરમેન વગેરેની મુઘ્ન પૂર્ણ થતી હોય પુનઃ જાહેરાત આપી પગાર વધારા સાથે નવી ભરતી પ્રક્રિયા કરવા નિર્ણય કરાયો હતો અને તે માટે જે તે શાખાના ચેરમેન સાથે કમીટી બનાવી ભરતી પ્રક્રિયા કરવા સૂર વ્યક્ત થયો હતો. આ સમયે વિપક્ષના ભરત ભાટીયાએ માર્મિક ટકોરકરી હતી કે ભરતી સમયે વ્હાલા અને સગાવાદની નીતિ ન અપનાવાય તે જોજો…

أحدث أقدم