સુરત25 મિનિટ પહેલા
- કૉપી લિંક

ઉધના વિસ્તારમાં એક યુવતીને આઈસર ટેમ્પો ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું
સુરતના ઉધના વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. આઈસર ચાલકે મોપેડ પર જતી એક યુવતીને અડફેટે લેતા યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અક્સ્માતની આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. બીજી તરફ ઉધના પોલીસે ઘટના સ્થળે આવી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉધનામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો
સુરતમાં ગંભીર ગમખ્વાર અકસ્માતો અવારનવાર સામે આવી રહ્યા છે. અકસ્માતને લઈ અનેકના ઘટનામાં પણ નીપજી રહ્યા છે. ફરી એક વખત સુરતમાંથી આવો જ ગમખાર અકસ્માત સુરતના ઉધના વિસ્તારમાંથી આવ્યો છે. ઉધના સ્થિત બીઆરસી નજીક એક આઈસર ચાલકે મોપેડ પર જઈ રહેલી એક યુવતીને ટક્કર મારી હતી જેમાં યુવતી નીચે પટકાઈ હતી. જેમાં યુવતીને ગંભીર ઈજાઓ થતા તેણીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
યુવતીને ટેમ્પો ચાલે કે કચડી નાખી
આઇસર ટેમ્પો ચાલે કે મોપેડ પર જઈ રહેલી યુવતીને ટક્કર મારીને તેને કચડી નાખી હતી. યુવતીના માથા પરથી આઇસરનું ટાયર ફરી વળ્યું હતું. રસ્તા પર મહિલાની સ્થિતિને જોઈને અરેરાટી વ્યાપી જાય તેવા દ્રશ્ય સર્જાયા હતા. અને ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોતની પર જીવ હતું.અકસ્માત બાદ આઈસર ચાલક ત્યાં જ ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો. અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. ત્યારે સ્થાનિકોએ બનાવની જાણ પોલીસને કરી હતી.
પોલીસે તપાસ શરૂ કરી
ઉધના પોલીસને અકસ્માતના બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે યુવતીની લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. પોલીસ તપાસમાં મૃતક યુવતીનું નામ સવાઈ નીતાબેન રાવ સાહેબ અને તેની ઉમર 25 થી 28 વર્ષીય હોવાનું જાણવા મળ્યું છે.તે લીંબાયત વિસ્તારમાં રહેતી હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. ઉધના પોલીસે આ મામલે હાલ અકસ્માત મોતનો ગુનોનો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.