Monday, April 10, 2023

વિરસદમાં જી.સી.બી.બાબતે થયેલા અણબનાવની રીષ રાખી માર માર્યો | In Virsad, he was beaten because of the rift over the GCB | Times Of Ahmedabad

આણંદએક કલાક પહેલા

  • કૉપી લિંક

બોરસદ તાલુકાના ગામના વિરસદ ગામના રેલ્વે ફાટક ચરામાં રહેતાં અને ફરિયાદી ભવાનભાઈ નારણભાઈ ભરવાડ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. થોડાંક સમય પહેલાં ફરિયાદી ભવાનભાઈ ભરવાડ અને હરિભાઈ ગોવિંદભાઈ ભરવાડ વચ્ચે અગાઉ જે.સી.બી. બાબતે અણબનાવ થયો હતો.

આ દરમિયાન ગત તારીખ 9 એપ્રિલ 2023 ના રોજ રાત્રિના સમયે વિરસદ રેલ્વે ફાટક નજીક રખાયેલી જમણવારીમાં ભવાનભાઈ તથા ઘરના સભ્યો ગયાં હતાં ત્યાં હરિભાઈ ગોવિંદભાઈ ભરવાડ આવી ચડ્યો હતો અને તેણે સંજયભાઈ ને ગમે તેમ ગાળો બોલીને છૂટી ઈટ મારતા સંજયભાઈ ને માથામાં પાછળના ભાગે ઇજાઓ પહોંચી હતી. આ જોઈને ભવાનભાઈ તથા ભરતભાઈ વચ્ચે છોડાવા પડતાં દિનેશભાઈ મફતભાઈ ભરવાડ, રાજુભાઈ રઘુભાઈ ભરવાડ તથા દિનેશભાઈ મફતભાઈ ભરવાડ તેઓનો ઉપરાણું લઈને આવી પહોંચ્યાં હતા અને ગાળો બોલીને માર મારીને ઇજાઓ પહોંચાડી હતી. ગોવિંદભાઈએ છૂટી ઈંટ મારતા ફરીયાદી ભવાનભાઈ ને કપાળને ભાગે વાગતા લોહી નીકળ્યું હતું. ત્યારબાદ તમામે ગમે તેમ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપીને ત્યાંથી નાસી ગયાં હતા. આ બનાવ અંગે વિરસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.