સુરેન્દ્રનગરમાં 'ડો.બાબાસાહેબ આંબેડકર' સર્કલનું લોકાર્પણ, કેન્દ્રીય મંત્રીએ કહ્યું-દેશમાં પ્રજાનું શાસન, સુશાસન ચાલી રહ્યું છે, એ બંધારણને આભારી છે | Inauguration of 'Dr. Babasaheb Ambedkar' Circle in Surendranagar, the Union Minister said - the rule of the people, good governance is going on in the country, thanks to the Constitution | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Inauguration Of ‘Dr. Babasaheb Ambedkar’ Circle In Surendranagar, The Union Minister Said The Rule Of The People, Good Governance Is Going On In The Country, Thanks To The Constitution

સુરેન્દ્રનગર33 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભારતીય બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડૉ. ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતી નિમિત્તે આજે સુરેન્દ્નનગર ખાતે હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સુરેન્દ્રનગર ખાતે નવનિર્મિત ‘ડો.બાબાસાહેબ આંબેડકર’ સર્કલનું કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરાના હસ્તે લોકાર્પણ કરવામા આવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરાએ ભારતીય બંધારણનાં ઘડવૈયા ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરજીને વંદન કરતા જણાવ્યું હતું કે, ભારતીય બંધારણ વિશ્વનું સૌથી મોટું બંધારણ છે. દેશમાં પ્રજાનું શાસન, સુશાસન ચાલી રહ્યું છે એ બંધારણને આભારી છે. બંધારણમાં કરાયેલી જોગવાઈઓનાં કારણે દેશના દરેક નાગરિકને કોઈ પણ જાતના ભેદભાવ વગર સ્વતંત્રતા, સમાનતા સહિતના હકો મળ્યા છે. આજે દેશની લોકશાહી મજબૂત છે અને વિશ્વભરમાં તેનાં વખાણ થાય છે. તે બંધારણના નિર્માણમાં બાબાસાહેબ આંબેડકરજીની દીર્ઘદર્ષ્ટિને આભારી છે. બંધારણ એ ખાલી કાયદાઓની કલમોનો સંગ્રહ નથી, પરંતુ એક ઉત્તમ જીવન માટેના શાશ્વત મૂલ્યો પણ ધરાવે છે. કેન્દ્રીય મંત્રીએ ડૉ.બાબાસાહેબ આંબેડકરજીના જીવનને વાગોળતા જણાવ્યું હતુ કે, ડો. બાબાસાહેબનું સમગ્ર જીવન આપણા સૌ માટે પ્રેરણારૂપ છે.

નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે, ડો.બાબાસાહેબ આંબેડકર એક વિચક્ષણ રાજપુરૂષ, કાયદાશાસ્ત્રી, ચિંતક-લેખક, અર્થશાસ્ત્રી હતા અને એ દરેક ક્ષેત્રમાં એમનું પ્રદાન અવિસ્મરણીય રહ્યુ છે. દેશના નાગરિકોને કાયદાનું શાસન મળે, દેશનો દરેક નાગરિક સુખી, સમૃદ્ધ બને અને તેને વિકાસ સાધવા સમાન તકો મળે તે સુનિશ્ચિત કરવાનો બાબાસાહેબનો સંકલ્પ હતો, જે તેમણે ભારતના બંધારણના નિર્માણ થકી પૂર્ણ કર્યો. ડો. આંબેડકરના વંચિતોનો વિકાસ કરવાનાં સંકલ્પને પૂર્ણ કરવા સરકારે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. જન્મજયંતિ નિમિત્તે બાબાસાહેબની પ્રતિમાને મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે ફૂલહાર અર્પણ કરવામાં આવ્યાં હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર, દૂધરેજ – વઢવાણ નગરપાલિકા દ્વારા ધોળીપોળ પુલ પાસે આવેલા સર્કલનું સમારકામ કરી આ નવનિર્મિત સર્કલને ‘ડો.બાબાસાહેબ આંબેડકર સર્કલ’ નામ આપવામાં આવ્યું છે, જેનું મહાનુભાવોના હસ્તે આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્ર આચાર્ય, યોગીનાથજી બાપુ, અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, વર્ષાબેન દોશી સહિતના મહાનુભાવો સહિત લોકો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post