અમદાવાદ33 મિનિટ પહેલા
- કૉપી લિંક
ઘોડાસરમાં દોઢ વર્ષ પહેલાં 11 કરોડના ખર્ચે બનેલી ટાંકી લીક થયાનો અહેવાલ રવિવારે પ્રસિદ્ધ થયો હતો.
- કોન્ટ્રાક્ટરનો ખુલાસો લેવા સૂચના અપાઈ
શહેરમાં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવતી પાણીની ટાંકીમાં લીકેજની ઘટનાઓ વધી રહી છે. ઘોડાસરમાં દોઢ વર્ષ પહેલાં 11 કરોડના ખર્ચે બનેલી પાણીની ટાંકીમાં લીકેજ નીકળતાં તેનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક વખતમાં પાણીની ટાંકી લીક થવાની આ ત્રીજી ઘટના છે. આખરે વોટર સપ્લાય કમિટીના ચેરમેન જતીન પટેલે આ ટાંકી લીકેજ પ્રકરણમાં તપાસ કરી અહેવાલ માગ્યો છે. તેમણે કોન્ટ્રાક્ટરનો ખુલાસો લેવાની પણ સૂચના આપી છે.
પાણીની ટાંકી લીક થવાની આ ત્રીજી ઘટના
ઘોડાસરમાં 11 કરોડના ખર્ચે બનેલી પાણીની ટાંકી ત્રીજી વખત રિપેર કરવામાં આવી રહી છે. આ રીતે નિકોલ અને નરોડામાં પણ કેટલીક પાણીની ટાંકીઓ લીક થઈ હતી. ટાંકી યોગ્ય રીતે બનાવવાના નિર્દેશ છતાં પણ વારંવાર લીકેજ નીકળતા પાણીની ટાંકીના કોન્ટ્રાક્ટર પાસેથી સ્પષ્ટતા મેળવવા માટે કમિટીના ચેરમેને અધિકારીઓને સૂચના આપી છે.