Thursday, April 6, 2023

સુરતમાં કાર હટાવવાનું કહેતા IP મિશન સ્કૂલના ટ્રસ્ટીને લાકડાના દંડાથી માર માર્યો, પિતા અને બે પુત્રો સામે ગુનો દાખલ | Trustee of IP Mission School beaten with wooden stick while asking to remove car in Surat, FIR filed against father and two sons | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Trustee Of IP Mission School Beaten With Wooden Stick While Asking To Remove Car In Surat, FIR Filed Against Father And Two Sons

સુરત28 મિનિટ પહેલા

  • કૉપી લિંક
સ્કૂલના કમ્પાઉન્ડમાં જ ટ્રસ્ટી પર હુમલો. - Divya Bhaskar

સ્કૂલના કમ્પાઉન્ડમાં જ ટ્રસ્ટી પર હુમલો.

શહેરના મુગલીસરા આઈપી મિશન સ્કૂલના કમ્પાઉન્ડમાં 3 લોકોએ આઈપી મિશન સ્કૂલના ટ્રસ્ટી પર જીવલેણ હુમલો કર્યો હતો. કાર હટાવવાનું કહેતા થયેલી માથાકૂટમાં પિતા અને તેના બે પુત્રોએ આઈપી મિશન સ્કૂલના ટ્રસ્ટીને ઢીકા-મુક્કા અને લાકડાના દંડાથી માર માર્યો હતો. જેને લઈને પિતા અને બે પુત્રો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સ્કૂલના કમ્પાઉન્ડમાં કાર વચ્ચોવચ્ચ મુકી હતી
ટ્રસ્ટી એડિશન ખાનકર પોતાની કાર લઈ બોયઝ સ્કૂલના કમ્પાઉન્ડમાં સમાજની મિટિંગમાં આવ્યા હતા તે વખતે એક કાર વચ્ચોવચ્ચ મુકી હતી. જેને લઈ ટ્રસ્ટીએ સર્વિસ સ્ટેશન ચલાવતા સાહીદને કમ્પાઉન્ડમાંથી કાર હટાવવા કહેતા માથાકૂટ થઈ હતી. જોતજોતામાં આરોપીઓએ દોડી આવી ટ્રસ્ટી એડીશન ખાનકર પર જીવલેણ હુમલો કર્યો હતો. .

લાકડાના દંડાથી માર મારતા ટ્રસ્ટી ઈજાગ્રસ્ત થયા.

લાકડાના દંડાથી માર મારતા ટ્રસ્ટી ઈજાગ્રસ્ત થયા.

સર્વિસમાં આવતી કાર સ્કૂલ કમ્પાઉન્ડમાં મૂકતા વિવાદ
આઈપી મિશન સ્કૂલના કમ્પાઉન્ડ નજીક સાહીદ નાલબંધ સર્વિસ સ્ટેશન ચલાવે છે, જ્યાં સર્વિસમાં માટે આવતી ગાડીઓ સ્કૂલના કમ્પાઉન્ડ પાર્ક કરે છે. અગાઉ તેને એક-બેવાર નોટિસ આપી અને આ મિલકતને લઈ કોર્ટમાં વિવાદ ચાલે છે.

પિતા-પુત્રોએ ટ્ર્સ્ટીને ઢીક-મુક્કાનો માર પણ માર્યો હતો.

પિતા-પુત્રોએ ટ્ર્સ્ટીને ઢીક-મુક્કાનો માર પણ માર્યો હતો.

અગાઉ પણ ટ્રસ્ટીએ આરોપીઓ સામે પોલીસમાં અરજી કરી હતી
ટ્રસ્ટીએ લાલગેટ પોલીસમાં અગાઉ અરજી કરતા પોલીસે બાપ-દિકરા સામે અટકાયતી પગલાં પણ ભર્યા હતા. આ અદાવતમાં સાહીદ નાલબંધ, તેનો પુત્ર સેબાન નાલબંધ અને ફૈઝાન નાલબંધએ ટ્રસ્ટી પર જીવલેણ હુમલો કરતાં લોહીલુહાણ હાલતમાં ટ્રસ્ટીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

ટ્રસ્ટી ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા.

ટ્રસ્ટી ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા.

ઘટનાને પગલે સમાજના આગેવાનો પણ દોડી આવ્યા
બનાવ અંગે મોડીરાતે લાલગેટ પોલીસે ફરિયાદ લઈ 3 આરોપીઓ સામે કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે. અડાજણ ખાતે રહેતા અને એલઆઇસીનું કામકાજ કરતા એડીશન ખાનકર પોતાના સમાજની મિટિંગ હોવાથી આઈપી મિશન સ્કૂલ પર આવ્યા હતા. આ ઘટનાને પગલે સમાજના આગેવાનો પણ દોડી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.