Friday, April 28, 2023

ભાવનગર પોલીસે IPLની મેચ પર જુગાર રમાડતા એક શખ્સને 1.33 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો | Bhavnagar Police nabs a man with Rs 1.33 lakh for gambling on IPL matches | Times Of Ahmedabad

ભાવનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

ભાવનગર શહેરમાં IPLની ક્રિકેટ મેચ પર ચાલતા જુગાર પર દરોડો પાડી પોલીસે એક શખ્સને 1.33 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એકનું નામ ખુલતા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફને બાતમી મળી હતી કે,ગોપાલ ઉર્ફે અન્ના કનૈયાલાલ બાલાણી રહે.આકાશગંગા ફલેટ,ગાયત્રીનગર, ભાવનગરવાળા હાલમાં રમાતી I.P.L.ની અલગ-અલગ ક્રિકેટ મેચો ઉપર પોતાનાં કબ્જા-ભોગવટાની ભાવનગર,ડબગરવાળી શેરીમાં આવેલ ઓમ આર્કેડમાં પહેલાં માળે ’’મહાદેવ ટ્રેડર્સ’’ નામની દુકાનમાં મોબાઇલમાં આઇ.ડી. દ્રારા ક્રિકેટ મેચના સોદા કરી પોતાના આર્થિક લાભ સારૂ હારજીતનો જુગાર રમી-રમાડી તેનાં લેતી-દેતી હિસાબો કરી જુગારનો અખાડો ચલાવે છે. જે માહિતી આધારે એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ભાવનગર,ડબગરવાળી શેરીમાં આવેલ ઓમ આર્કેડમાં પહેલાં માળે ’’મહાદેવ ટ્રેડર્સ’’ નામની દુકાનમાં રેઇડ કરતાં રાજસ્થાન રોયલ તથા ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે રમાતી I.P.L. ટવેન્ટી-ટવેન્ટી ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટાનો જુગાર રમી રમાડતાં અતુલ જોશીને ઝડપી પાડ્યો હતો. જ્યારે ગોપાલ ઉર્ફે અન્ના બાલાણીની શોધખોળ હાથ ધરી છે. પોલીસે ઘટનાસ્થળ પરથી બે મોબાઈલ ફોન સહિત 1.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.