પોરબંદર33 મિનિટ પહેલા
- કૉપી લિંક

પોરબંદર ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શૈફાલી બરવાલની સુચના મુજબ પોરબંદર જિલ્લામાંથી દારુ/જુગારની બદી દૂર કરવા સુચના આપેલી હોય જે અન્વયે પોરબંદર શહેરના ડીવાયએસપી નિલમ ગોસ્વામી તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.ડી.સાળુંકેના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વલન્સ સ્કવોડના માણસો તથા પીએસઆઈ એમ.એલ.સોલંકી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. આ દરમ્યાન પો.કોન્સ અક્ષયકુમાર તથા દેવેન્દ્રસીંહને બાતમી રાહે હકીકત મળેલ કે, પોરબંદર છાંયા નવાપરા મારૂતીનગર કબુનો ડાયરો નામની પાનની દુકાન સામે એક ઇસમ મોબાઇલ ફોન ઉપર આઇપીએલની લાઇવ ક્રિકેટ મેચ ઉપર સેશનનો હારજીતનો જુગાર રમી રમાડે છે.
જે બાતમીના આધારે સદર જગ્યાએ રેઇડ કરતા એક ઇસમ પોતાના મોબાઇલ ફોનમાં Cricbuzz નામની એપ્લીકેશનમાં હાલમાં ચાલતાં 20-20 આઇપીએલ ટુર્નામેંટમાં PBKS VS MIની ટીમના ક્રિકેટ મેચનો લાઇવ સ્કોર જોઇ સેશન રન ફેરનો પૈસાનો હારજીતનો જુગાર રમતા રોકડા 38,100 તથા મોબાઇલ ફોન નંગ-1 કિં.રૂ.10,000 મળી કુલ કિ.રૂ.18,100 ના મુદ્દામાલ સાથે મળી આવતા તેઓની સામે જુગારધારાની કલમ મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલી છે.
આરોપી
(1) આશિષ ઉર્ફે કબુ કરશન ભુતીયા ઉવ.25 રહે.છાંયા મારૂતીનગર 66 કેવી પાવર હાઉસ પાસે,પોરબંદર