Wednesday, April 12, 2023

ભાભરમાં IPL 20-20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં શખ્સને પોલીસે ઝડપી પાડ્યો | Police nabbed men betting on IPL 20-20 cricket match in Bhabhar | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)37 મિનિટ પહેલા

  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લાના ભાભરમાંથી પોલીસે IPLના સટ્ટા રમતા ઈસમને ઝડપી પાડ્યો છે. સુપર જાઈન્ટસ LSG આઇ.પી.એલની રોયલ ચેલેન્જર બેંગલોર RCB – લખનઉ વચ્ચે રમાનાર 20-20 ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ મેચનો સટ્ટો રમતાં ઈસમને મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગાર ધારાની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લા પોલીસ વાડા અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ જીલ્લામાં દારૂ-જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા ડી.ટી.ગોહીલ નાયબ પોલીસ અધિક્ષક દિયોદર વિભાગ દિયોદર તેમજ આર.બી.ગોહિલ , સર્કલ પોલિસ ઈન્સ નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટાફના માણસો સાથે મળેલ હકીકત આધારે આઈ.પી.એલની રોયલ ચેલેન્જર બેંગલોર ( RCB ) – લખનઉ સુપર જાઈન્ટસ ( LSG ) વચ્ચે રમાનાર 20-20 ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ મેચનો સટ્ટો પોતાના ફાયદા સારૂ સટો રમતા મિત પ્રકાશભાઈ જયસ્વાલ (રહે.ભાભર શાંન્તીનગર સોસાયટી તા.ભાભર જી.બનાસકાંઠા) પાસેથી બે મોબાઈલ તેમજ રોકડા રૂપિયા 10350 તેમજ બેન્કની બે સ્લીપ એમ મળી કુલ 50350 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ઈસમ વિરૂધ્ધમાં જુગારધારા કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.