Monday, April 10, 2023

ભરૂચમાં IPL પર સટ્ટા બેટિંગ રમતા બે ઝડપાયા, નબીપુરનો સટ્ટોડીયો સોલી સહિત એક વોન્ટેડ | Two caught betting on IPL in Bharuch, one wanted including bookie Soli from Nabipur | Times Of Ahmedabad

ભરૂચ4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

IPLસિરીઝ શરૂ થવા સાથે જ ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ ક્રિકેટના ઓનલાઈન સટ્ટા બેટિંગ અને સટ્ટોડીયા ઉપર ખાસ વોચ રાખી રહી છે. ત્યારે પંજાબ અને હૈદરાબાદ વચ્ચેની મેચમાં 3 લિંક મેળવી સટ્ટો રમતા 2 સટ્ટોડિયાને પોલીસે પકડી લીધા છે.

નબીપુરનો સટ્ટોડિયા સુલેમાન પટેલ ઉર્ફે સોલી ફરી ક્રિકેટના સટ્ટામાં પોલીસની રડારમાં આવ્યો છે. ભરૂચ SOG હાલ ચાલી રહેલી IPLની સિરીઝમાં ઓનલાઈન સટ્ટા અને સટ્ટોડીયા ઉપર વોચ રાખી રહી હતી.

ભરૂચમાં કેટલાક જુગારીયા મેચની હારજીત, રન, ફોર-સિક્સ , વિકેટ વગેરે પર ઓનલાઇન મોબાઈલ ઉપર જુગાર રમતા હોય ચોકકસ આધારભુત માહિતી આધારે SOG PI અને ટીમે ભરૂચની ભજ્જુવાલા સોસાયટી ખાતે ચેક કરતા મહંમદ જાવીદ પટેલ સટ્ટો રમતા ઝડપાઇ ગયો હતો.

પંજાબ કીંગ્સ-સનરાઇઝ હૈદરાબાદ વચ્ચેની મેચમાં ઓનલાઇન એપ્લીકેશન દ્વારા ક્રિકેટ મેચ પર સટ્ટા બેંટીંગનો હાર જીતનો જુગાર રમતા પકડાતા 2 મોબાઈલ સાથે ધરપકડ કરાઇ હતી. એપ્લીકેશન લીંક નબીપુરના સુલેમાન પટેલ ઉર્ફે સોલી પાસેથી મેળવી એપ્લીકેશન લીંક મીલીત મોદીને આરોપીએ આપી હતી

SOG ની બીજી રેઇડમાં ભરૂચની મદીના હોટલ પાસે ઇમરાન અહમદ મેમણ ઓનલાઇન એપ્લીકેશન દ્વારા ક્રિકેટ મેચ પર સટ્ટા બેંટીંગનો જુગાર રમતા સ્થળ પરથી મળી આવ્યો હતો. જેની પાસેથી એક મોબાઈલ કબ્જે કરાયો હતો. જેને પણ લીંક નબીપુરના સોલીએ મોકલી હતી. એસઓજી એ સોલી અને મિલિત મોદીને વોન્ટેડ જાહેર કરી તેમની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.