તરુણીએ પંખે લટકાઈને ગળાફાંસો ખાધો, વીજ કરંટ લાગતા વૃદ્ધાનું આકસ્મિક મોત, IPLના સટ્ટાબાજો પોલીસનાં સકંજામાં | Young woman hangs herself from fan, elderly man dies suddenly after being electrocuted, IPL bettors in police custody | Times Of Ahmedabad

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટના મવડી મેઈન રોડ પર શ્રીનાથજી સોસાયટીમાં રહેતી તમન્ના મહેશભાઈ જોટંગિયા (ઉ.વ.17) નામની તરૂણીએ ગઇકાલે સાંજે આઠ વાગ્યાની આસપાસ પોતાના ઘરે પંખાના હુકમાં ચુંદડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. તમન્ના ધોરણ 10મા ધર્મભક્તિ નામની સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને તેમના પિતાનું થોડા સમય પહેલા જ અવસાન થયેલ છે. તે તેની માતા અને મોટી બહેન સાથે રહેતી હતી. ગઈકાલે તેમની મોટી બહેન અને માતા શાકભાજી લેવા માટે બજારમાં ગયાં હતાં. જ્યાંથી તેઓ સાંજના ઘરે પરત ફરી રૂમ ખોલતાં અંદરથી બંધ હતો. જે રૂમને તોડી જોતા વ્હાલસોયી પુત્રી લટકતી જોવા મળતાં માતાએ આક્રંદ મચાવ્યું હતું. બાદમાં તરુણીને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી પરંતુ, સારવાર કારગત ન નીવડતાં તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે નોંધ કરી માલવીયાનગર પોલીસને જાણ કરતાં ASI વનિતાબેન જરૂરી કાર્યાવહી કરી મૃતદેહને પોસ્મોર્ટમમાં ખસેડયો હતો.

વીજકરંટ લાગતા મહિલાનું આકસ્મિક મોત
રાજકોટ ગોંડલ હાઇ-વે પર આવેલ શાપર-વેરાવળના પંચાયતનગર વિસ્તારમાં રહેતાં મંજુલાબેન અશોકભાઈ કોરાટ (ઉ.વ.49) નામની પટેલ મહિલા ગઈકાલે સાંજે છ વાગ્યાની આસપાસ પોતાના ઘરે પાણીની મોટર ચાલુ કરવા માટે ગયા હતાં ત્યારે પાણીની મોટર ચાલુ કરતાં જ વીજ કરંટ લાગ્યો હતો. જેમને સારવારમાં રાજકોટ સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેમને આજે સારવાર દરમિયાન દમ તોડી દેતા મહિલાનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે સિવીલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતા સ્ટાફ દ્વારા જરૂરી કાર્યવાહી કરી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. મૃતકના પતિ ખેતીકામ કરે છે અને સંતાનમાં એક પુત્ર છે.

બાઈકની અડફેટે આવતા વૃદ્ધાનું મોત​​​​​​​
રાજકોટ જિલ્લાના પાળપીપળીયા ગામની આદર્શ રેસિડેન્સીમાં રહેતાં કિરીટભાઈ બાબુભાઈ રાઠોડ (ઉ.વ.50) ગઈ તા. 25ના સાંજના સમયે પોતાના ઘરેથી શાપર પાટીયા બાજુ ચાલીને આંટો મારવા નીકળેલ હતાં ત્યારે રોડ પર પાછળથી પુરપાટ ઝડપે આવેલ બાઈક ચાલકે હડફેટે લેતાં રોડ પર પટકાયા હતા જેમાં તેને માથા ભાગે ઈજા પહોંચતા પ્રથમ શાપર અને બાદમાં 108 મારફતે રાજકોટ સિવીલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા, જયાં તેમનું ચાલુ સારવારે મોત નીપજયું હતું. આ બનાવ અંગે જાણ થતા લોધીકા પોલીસ દોડી ગઈ હતી અને જરૂરી કાગળો કરી મૃતકના પુત્ર સિદ્ધાર્થની ફરીયાદ પરથી બાઈક ચાલક રાજ હસમુખ લોઠીયા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મૃતક રીક્ષા ડ્રાઈવિંગ કરતા હતાં અને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે બનાવથી પરીવારમાં આક્રંદ છવાયો હતો.

IPL સટ્ટાબાજની ધરપકડ
IPLની જુદી-જુદી મેચ પર મોબાઈલ આઈડીથી ઓનલાઈન સટ્ટો રમતો પ્રકાશ ઉર્ફે લાલો નાનાલાલ કાનાબાર (ઉ.વ.42) રાજકોટ રૂરલ LCBના હાથે ઝડપાઇ ચુક્યો છે. પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળતા આરોપી પ્રકાશ ઉર્ફે લાલો, મોબાઈલમાં IPLના રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સના મેચનો સ્કોર જોઈ રનફેરનો મોબાઈલ આઈડી મારફત ઓનલાઈન રમતો હોવાનું જણાતા તેની ધરપકડ કરી ગોંડલ સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. મોબાઈલ તેમજ રોકડ કબ્જે કરી સટ્ટો રમવા આઈડી કોણે આપ્યુ હતું તે અંગે તપાસ હાથ ધરી છે.

Previous Post Next Post