પોરબંદરએક કલાક પહેલા
- કૉપી લિંક

દાયકાઓથી શિક્ષણ જ્યોત જલાવી અને જ્ઞાનનું અજવાળું પાથરતી એવી પોરબંદરની ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ઇન્ટર્નલ ક્વોલિટી એશ્યોરન્સ સેલના નેજા હેઠળ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત નેક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનું આયોજન થયું. નેક એટલે કે નેશનલ એસેસમેન્ટ ઍન્ડ એક્રિડિટેશન કાઉન્સિલ એટલે કે રાષ્ટ્રીય મૂલ્યાંકન અને પ્રત્યાયન પરિષદ બેંગ્લોરમાં આવેલી એક સંસ્થા છે. જેમાં દરેક કોલેજોએ પોતાનું મુલ્યાંકન દર પાંચ વર્ષે કરાવવું ખૂબ જરૂરી હોય છે. તો તે અંતર્ગત પોરબંદરની ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પણ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ નેક પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવેલું.
જેમાં ફકીર મોહન યુનિવર્સિટી ઓડિશાના પૂર્વ કુલપતિ પ્રો.મધુમિતા દાસ સમક્ષ અંગ્રેજી વિભાગના અધ્યક્ષા ડો. કેતકી પંડ્યાએ પોતાના વિભાગનું પ્રેઝન્ટેશન કરેલું. ત્યારબાદ અંગ્રેજી વિભાગના વરિષ્ઠ પ્રાધ્યાપક ડો. નયન ટાંકે એન.એસ.એસનું પ્રેઝન્ટેશન, અંગ્રેજી વિભાગના મુલાકાતી વ્યાખ્યાતાઓ કુ. અદિતિ દવેએ વિલિયમ શેક્સપિયર સ્ટડી સર્કલ અને ગુરુકુળ મહિલા કોલેજ હોસ્ટેલ તેમજ કુ.પારુલ શુક્લાએ નાટ્યધારા અને સ્પોકન ઇંગ્લિશ તેમજ સ્કોપનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.
બધાં પ્રેઝન્ટેશનનાં અંતે વિષય વિશેષજ્ઞોએ પોતાનાં મહામૂલા સૂચનો અને અભિપ્રાયો આપેલા. આ અઠવાડિક કાર્યક્રમ થકી પ્રાચાર્ય ડૉ. નાગરે પ્રાધ્યાપકોએ તૈયાર કરેલા પ્રેઝન્ટેશનને સુધારી તેને બહેતરમાંથી શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવામાં આઇ.ક્યુ.એ.સીના કો-ઓર્ડીનેટર પ્રો. રોહિણીબા જાડેજા અને કો-કોઓર્ડીનેટર ડો.કેતકી પંડ્યાએ જહેમત ઉઠાવેલી, તેમજ કુ. અદિતી દવે અને મિત લાખાણીએ તકનિકી સહાય પૂરી પાડેલ હતી.