પંચમહાલ (ગોધરા)7 કલાક પહેલા
- કૉપી લિંક
અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માર્ગદર્શન મુજબ પંચમહાલ જીલ્લા શહેરા તાલુકા કોંગ્રેસ દ્વારા જય ભારત સત્યાગ્રહ કાર્યક્રમ નાડા ગામ મુકામે પંચમહાલ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટીની ઉપસ્થિતમા યોજવામા આવ્યો હતો.
જેને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી શહેરા વિધાનસભાના નિરીક્ષક દુષ્યંતસિંહ ચૌહાણ અને સ્થાનિક કિસાન આગેવાન ભલાભાઈ પગીએ સંબોધિત કરી કેન્દ્ર સરકાર ગુજરાત સરકારની પ્રજા વિરોધી નીતિ રીતીનો ભારે વિરોધ નોંધાવેલ હતો દેશ ની લોકશાહી ગંભીર પરિસ્થિતિમાં છે. વિવિધ ક્ષેત્રે મોદી અદાણી વચ્ચેના સબંધોના કારણે દેશને થઈ રહેલ નુકસાનના કારણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સંસદ ભવન અને સંસદ ભવન બહાર સવાલો ઉઠાવી રહ્યા છે. જેથી કોંગ્રેસ નેતાનો અવાજ બંધ કરવા અને આગામી લોકસભા ચૂંટણી ને લઈ ભાજપા ચિંતિત છે. જેથી રાહુલ ગાંધીનુ સંસદ સભ્ય પદ રદ કરી ગેરલાયક ઠેરવેલ છે જે દૂખદ બાબત છે. કોંગ્રેસ અન્યાય કરતી બાબતો ને પ્રજા સમક્ષ લઈ જઈ અંદોલનાત્મક કાર્યક્રમ અપનાવશે અને દેશ ની જનતા નુ સમર્થન મેળવશે.
કાર્યક્રમમા પંચાયત વિપક્ષ નેતા જે.બી.સોલંકી, યુવા આગેવાન રાહુલ પગી સહિત અન્ય આગેવાનો હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.