જસદણના આંબરડી ગામે બોર્ડિંગમાં બાળકે સફાઈની મનાઈ ફરમાવતા વીજશોક આપ્યા, ચહેરાની ચામડી બળી ગઈ | Jasdan's Ambardi village electrocuted child forbidding cleaning, facial skin burnt | Times Of Ahmedabad

રાજકોટ20 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જસદણના આંબરડી ગામે બોર્ડિંગ સ્કૂલમાં બાળક સાથે ગૃહપતિએ અધમ કૃત્ય આચાર્યાની ઘટના સામે આવી છે.જ્યાં હોસ્પિટલના બીછાનેથી બાળકે એવું જણાવ્યું હતું કે તેણે બોર્ડિંગ સ્કૂલમાં આવેલા બગીચાને એક-બે દિવસ બાદ સાફ કરવાની વાત કરી હતી. જે સાંભળીને ગૃહપતિ ઉશ્કેરાઈ ગયા હતા અને તેણે બાળકને રૂમમાં બંધ કરીને તેને વીજ શોક આપ્યો હતો. જેને પગલે હાલ બાળકની સ્થિતિ અતિગંભીર છે. ચહેરો અને શરીરના અનેક અંગોની ચામડી બળી ગઈ છે અને હાલ તેને રાજકોટની સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે.

બગીચો સાફ કરી લઈશ
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર જસદણના આંબરડી ગામમાં આવેલી જીવન બોર્ડિંગ સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા ધાર્મિક જીલાભાઈ મેમરીયા (ઉ.વ.14) નામનો છાત્ર ગઈકાલે હોસ્ટેલમાં હતો. એ સમયે ગૃહપતિ દ્વારા બગીચો સાફ કરવા માટે સૂચના આપવામાં આવી હતી પરંતુ બાળકે એવું કહ્યું હતું કે,’હું એક બે દિવસ બાદ બગીચો સાફ કરી લઈશ.’ એ સાંભળીને ગૃહપતિ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે બાળકને રૂમમાં લઈ જઈએ વીજ શોક આપ્યો હતો.

આ લોકો મોટી વગ ધરાવે છે: બાળકની માતા

આ લોકો મોટી વગ ધરાવે છે: બાળકની માતા

ચહેરા પર ઇજાઓ પહોંચી
બાળકના જણાવ્યા અનુસાર રૂમમાં ગયા બાદ વીજળી તેના શરીરને સ્પર્શી હતી અને એ બાદ શું થયું એ તેને કહી જ યાદ નથી. આ ઘટના બાદ બાળકને પ્રથમ જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવ્યો હતો હાલ બાળકની હાલત ગંભીર હોવાનું માલૂમ પડી રહ્યું છે. આ દુર્ઘટનાના કારણે તેના ચહેરા પર ઇજાઓ પહોંચી હતી.

સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો

સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો

આંબલીના ઝાડ પરથી પડ્યો
સમગ્ર મામલે માતા-પિતાએ મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો. તેમના માતાએ એવું જણાવ્યું હતું કે,’અમે મહેનત મજૂરી કરીને દીકરાને ભણાવવા માટે બોર્ડિંગ સ્કૂલમાં મોકલ્યો હતો પરંતુ આ લોકો મોટી વગ ધરાવે છે. જેથી તેમને અમારા બાળકની કોઈ જ ચિંતા નથી. અમારો દીકરો જ્યારે પણ ઘરે આવતો એ સમયે તે કહેતો કે બોર્ડિંગ સ્કૂલ દ્વારા તેની સાથે યોગ્ય વર્તન-વ્યવહાર કરવામાં આવતો નથી. અમને પણ બોર્ડિંગ સ્કૂલ દ્વારા એવી જ જાણ કરવામાં આવી હતી કે અમારો દીકરો આંબલીના ઝાડ પરથી પડ્યો તેના કારણે તેની સાથે આ દુર્ઘટના બની છે પરંતુ આ ખોટું છે.

માતા-પિતાએ મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કર્યો

માતા-પિતાએ મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કર્યો

આ ઘટનામાં કોણ ગુનેગાર છે?
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારા બાળક સાથે આ હોસ્ટેલ વાળા એ જ કંઈક ખોટું કર્યું છે. તેના કારણે આવી ઘટના બની છે. જો મારા બાળકની કંઈ ભૂલ હોય તો ગૃહપતિ અહીં રોકાવું જોઈએ પરંતુ તેને હોસ્પિટલમાં દાખલ કરીને તુરંત આ લોકો ત્યાંથી નાસી ગયા હતા અને હવે કોઈપણ પ્રકારનો જવાબ પણ આપતા નથી. જે સ્પષ્ટ કરે છે કે આમાં બોર્ડિંગ સ્કૂલનો જ પૂરતો વાત છે ત્યારે સમગ્ર મામલે હવે જોવાનું રહેશે કે આ ઘટનામાં કોણ ગુનેગાર છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم