JEE મેઇન્સના પરિણામમાં પી.પી. સવાણીના બે વિદ્યાર્થીએ GEN-PWDમાં 5મો અને GEN-EWSમાં 50મો ક્રમ હાંસલ કર્યો | JEE Main Result PP Two students from Savani secured 5th rank in GEN-PWD and 50th rank in GEN-EWS | Times Of Ahmedabad

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક
સુરતની પી.પી. સવાણી સ્કૂલના બે વિધાર્થીએ JEE મેઇન્સ પરીક્ષાના પરિણામમાં ઉત્તમ પરિણામ હાંસલ કર્યું. - Divya Bhaskar

સુરતની પી.પી. સવાણી સ્કૂલના બે વિધાર્થીએ JEE મેઇન્સ પરીક્ષાના પરિણામમાં ઉત્તમ પરિણામ હાંસલ કર્યું.

દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા JEE મેઈન્સ 2023ની એપ્રિલમાં પરીક્ષા લેવાઈ હતી. જેના પરિણામ આજે જાહેર થયા છે. આ પરિણામમાં સુરતના બે વિદ્યાર્થીએ ડંકો વગાડ્યો છે. ઓલ ઇન્ડિયા રેન્કમાં JEE મેઇન્સના પરિણામમાં પી.પી. સવાણીના બે વિદ્યાર્થીએ GEN-PWDમાં 5મો અને GEN-EWSમાં 50મો ક્રમ હાંસલ કર્યો છે. સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ ફટાકડા ફોડી પરિણામની ઉજવણી કરવામાં આવી હતી.

પી.પી. સવાણી સ્કૂલના બે વિદ્યાર્થી ઝળક્યા
સુરતના વરાછા વિસ્તારમાં આવેલ પી.પી. સવાણી સ્કૂલના બે વિદ્યાર્થીઓએ આજે જાહેર થયેલી JEE મેનનની પરીક્ષાના પરિણામમાં રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો છે. JEE મેઈન્સની પરીક્ષામાં બંને વિદ્યાર્થીએ ઉચ્ચ પરિણામ હાંસલ કરી સુરતનું નામ ફરી એક વખત રોશન કર્યું છે. સુરતના વિદ્યાર્થી સુભાષ વિનોદભાઈ માલવિયાએ સમગ્ર ભારતમાં JEE મેઇનના પરિણામમાં GEN-PWDમાં 5મો રેન્ક તથા ધ્રુવ રસિકભાઈ પાનસુરીયાએ JEEના પરિણામમાં 50મો રેન્ક મેળવ્યો છે.

સુભાષ માલવિયા અને ધ્રુવ પાનસુરીયા

સુભાષ માલવિયા અને ધ્રુવ પાનસુરીયા

સ્કૂલમાં વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
બંને વિદ્યાર્થીના ઉચ્ચતર પરિણામને વિદ્યાર્થીઓએ સુરતનો અને પોતાની સ્કૂલનું નામ રોશન કર્યું હતું. જેને લઇ બંને વિદ્યાર્થીની વિશેષ સિદ્ધિને લઈ સ્કૂલ દ્વારા બંને વિદ્યાર્થીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સ્કૂલના તમામ વિદ્યાર્થીઓની હાજરીમાં સુભાષ માલવયા અને ધ્રુવ પાનસુરીયાનું સન્માન કરી સ્વાગત કરાયું હતું. બંને વિદ્યાર્થીના માતા-પિતાને સાથે રાખી સ્કૂલ દ્વારા તેમના પરિવારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું.

સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું.

કેક કાપી વિશેષ ઉજવણી કરાઈ
JEEની પરીક્ષાના પરિણામમાં ઓલ ઇન્ડિયા રેન્કમાં સુભાષ માલવિયા પાંચમો ક્રમ પ્રાપ્ત કરી અને ધ્રુવ પાનસુરીયાએ 50મો ક્રમ પ્રાપ્ત કરતા સ્કૂલે વિશેષ ગૌરવ અનુભવ્યું હતું. ત્યારે સ્કૂલ દ્વારા બંને વિદ્યાર્થીઓની આ સિદ્ધિને લઇ વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં બંને વિદ્યાર્થીઓનું સન્માન કરાયા બાદ ફટાકડા ફોડી વિદ્યાર્થીના પરિણામની ઉજવણી કરી હતી. ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓ બંને વિદ્યાર્થીઓ પાસેથી પ્રેરણા મેળવે તે પ્રકારનો કાર્યક્રમ કર્યો હતો.

બંને વિદ્યાર્થીના માતા-પિતાનું સન્માન કરાયું.

બંને વિદ્યાર્થીના માતા-પિતાનું સન્માન કરાયું.

સમગ્ર ભારતમાં ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું
આ વિદ્યાર્થીઓની મહેનતનું રિજલ્ટ સમગ્ર ગુજરાતીઓ માટે ગૌરવની વાત બની હતી. ગુજરાતી ભાષામાં અભ્યાસ કરીને પણ ઉચ્ચ કારકિર્દીનો રસ્તો બનાવી શકાય છે, તેનું ઉત્તમ ઉદાહરણ સુભાષ વિનોદભાઈ માલવિયા અને પાનસુરીયા ધ્રુવ રસિકભાઈએ પુરૂ પડ્યું હતું. સમગ્ર ભારતમાં ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું હતું અને ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યો છે.

ફટાકડા ફોડી વિદ્યાર્થીના પરિણામની ઉજવણી.

ફટાકડા ફોડી વિદ્યાર્થીના પરિણામની ઉજવણી.

અન્ય વિદ્યાર્થીઓ માટે વિશેષ પ્રેરણા રૂપ
ઓલ ઇન્ડિયા રેન્કમાં પાંચમો ક્રમ પ્રાપ્ત કરનાર સુભાષ માલવિયાના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબજ સામાન્ય છે. સુભાષના પિતા વિનોદભાઈ માલવિયા ડાયમંડ ફેક્ટરીમાં રત્નકલાકાર છે. ત્યારે રત્નકલાકારના પુત્રએ આજે JEEની પરિક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્કમાં પાંચમો ક્રમ પ્રાપ્ત કરી અન્ય વિદ્યાર્થીઓ માટે વિશેષ પ્રેરણા રૂપ બની રહ્યો છે.

أحدث أقدم