Sunday, April 30, 2023
ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો, KD હોસ્પિટલમાં સર્જરી બાદ તબિયતમાં હાલ સુધારા પર; CM પહોંચ્યા | Chief Minister Bhupendra Patel's son suffered a brain stroke, is now recovering in hospital | Times Of Ahmedabad
અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજને બ્રેઇન સ્ટ્રોક આવતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બપોરના સમયે તબિયત ખરાબ થતા સારવાર માટે કેડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી પણ કેડી હોસ્પિટલ પહોંચ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અનુજ પટેલની તબિયત હાલ સુધારા પર છે.

અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા ઓપરેશન કરાયું
મુખ્યમંત્રીના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોકના કારણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી અને તેમનો પરિવાર પણ હોસ્પિટલ પહોંચ્યો હતો. હાલ અનુજ પટેલની તબિયત સારી છે પરંતુ બે દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવશે.
API Publisher
April 30, 2023
live news in india
,
Today news
,
Today news in India
,
trending
No comments
:
Subscribe to:
Post Comments
(
Atom
)
No comments :
Post a Comment