Monday, April 10, 2023

પાલનપુરના ગ્રામીણ વિસ્તારમાંથી એકટીવા રોકાવી યુવતીનું અપહરણ | Kidnapping of Rokavi girl from rural area of Palanpur | Times Of Ahmedabad

પાલનપુર31 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • યુવતી અને માતા ખેતરે જતા હતા ત્યારે બે શખ્સો અપહરણ કરી ફરાર

પાલનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં રહેતી યુવતી અને તેની માતા ઘરેથી ખેતરમાં જઈ રહ્યા હતા. બે શખ્સોએ પોતાની ગાડી વચ્ચે લાવી એક્ટિવા રોકાવી હતી. અને યુવતીનું અપહરણ કરી લઈ ગયા હતા. આ અંગે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતી અને તેની માતા સ્ફુટી લઈ ઘરેથી ખેતરમાં પશુઓને ચારો પાણી આપવા માટે જઇ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમની સ્કૂટી આગળ એક ગાડી આવીને ઊભી રહી હતી. જેમાંથી એક શખ્સે નીચે ઉતરી આ યુવતીને ગાડીમાં અપહરણ કરી લઈ ગયા હતા. આ અંગે યુવતીની માતાએ રિકેશ ઉર્ફે રીન્કુ શિવાભાઈ પટેલ તેમજ અજાણ્યા શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.