અમદાવાદ26 મિનિટ પહેલા
- કૉપી લિંક

ગુજરાતનો મહા ઠગ કિરણ પટેલ ઝેડ પ્લસ સિક્યુરિટી માંથી સીધો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ની કસ્ટડીમાં આવી ગયો છે તે એ જ ક્રાઈમ બ્રાન્ચ માં છે જ્યાં એક સમયે આતંકવાદીઓને રાખવામાં આવ્યા હતા હાલ એક સામાન્ય કેદીની જેમ તેને અમદાવાદ કરાઈમ બ્રાન્ચ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો આખી રાતે ક્રાઈમ બ્રાન્ચના લોકોમાં રહ્યો હતો અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના તમામ પ્રશ્નોના જવાબ પોપટની જેમ આપ્યા હતા. પોતાની ગર્લફ્રેન્ડ મંત્રીના ભાઈ નો બંગલો અને રૂપિયાના હિસાબ કિતાબ ના પ્રશ્નોના જવાબ કિરણ પટેલે કરાઈમ બ્રાન્ચ સમક્ષ આપ્યા હતા.
ગુજરાતના મોટા બિઝનેસમેનને કાશ્મીરમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવાની લાલચ આપી જમ્મુ કાશ્મીર સુધી કિરણ પટેલ જઈ આવ્યો હોવાની વિગતો સૂત્રો પાસેથી સામે આવી રહી છે ત્યારે કિરણ પટેલને 36 કલાકની મુસાફરી બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ટ્રાન્સફર વોરંટથી લઈ આવી છે કિરણ પટેલ એક સમયે સામાન્ય પોલીસવાળાને ગાર્ડ તો પણ ન હતો અને પોતે ઝેડ પ્લસ અને તેનાથી પણ મોટી વ્યવસ્થામાં ઘૂસી જતો હતો અલગ અલગ સોશિયલ મીડિયામાં પોતાનો રૂવાબ બતાવવાતે સેલિબ્રિટી ને પોતાની સાથે રાખવા પ્રયાસ કરતો હતો.
24 કલાક થી અમદાવાદ કરાઈ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલો કિરણ પટેલ કોર્ટમાંથી આવ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી દ્વારા તેનું ઇન્ટ્રોગ્રેશન કરવામાં આવ્યું હતું મંત્રીના ભાઈનો બંગલો પચાવી પાડવાના કેસમાં શરૂ થયેલી તપાસ કિરણ પટેલને એક પછી એક પ્રશ્ન પૂછવામાં આવ્યા અધિકારી પોતાની ચેરમાં બેઠા હતા જ્યારે કિરણ પટેલને નીચે બેસાડવામાં આવ્યો હતો અને દરેક પ્રશ્નોના જવાબ મંગાતા હતા અને કિરણ પટેલ પણ તે જવાબ આપતો હતો તેને ખબર પડી ગઈ હતી કે જો અહીંયા જવાબ નહીં આપું તો મારી તમામ હોશિયારી નીકળી જશે.
ક્રાઈમ બ્રાન્ચના અધિકારી પાસેથી મળતી માહિતી કિરણ પટેલને અલગ અલગ અધિકારી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી જેમાં જગદીશપુરમ બંગલોમાં કઈ રીતે પૂજા અને પાર્ટીનું આયોજન કરાયું હતું તેમજ તે ક્યાંથી રૂપિયા લાવ્યો હતો અને કઈ રીતે તેણે મંત્રીના ભાઈને ફસાવ્યો તે અંગે પૂછપરછ કરવામાં આવી હતી જે અંગેના જવાબ કિરણ પટેલે આપ્યા હતા અને પોતે અદાણી નો કોન્ટ્રાક્ટ મળશે અને પૈસા ચૂકવી દેશે તેમ કહીને લોકોને જાસામાં લીધા હતા ત્યારબાદ કિરણ પટેલને તેની પત્નીના થયેલી પૂછપરછ ના ક્રોસ એક્ઝામીન કરવામાં આવે ત્યારે કિરણ પટેલે એ જવાબ આપ્યા છે તેની પત્ની માલની આપ્યા હતા એટલે માલીની પણ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ પોતાની તમામ વાત કબૂલી ચૂકી હતી અને એને જ કિરણ પટેલે સાચી હોવાનું જણાવ્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચ ની પૂછપરછ દરમ્યાન પોલીસે કિરણ પટેલને તેની ગર્લફ્રેન્ડ વિશે પૂછતા તેણે જણાવ્યું કે સાહેબ મારી એક ગર્લફ્રેન્ડ હતી આટલી બધી ગર્લફ્રેન્ડ તો મીડિયાવાળાને જ ખબર છે આ વાંચીને હું પણ ચોકી ગયો હતો કે મારી આટલી બધી ગર્લફ્રેન્ડ છે હું મારી ગર્લફ્રેન્ડ સાથે ઘણી જગ્યાએ ગયો પણ હતો.