અમરેલી38 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમરેલી શહેરમાં છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમયથી રાજય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચએ એસ.ટી.બસ સ્ટેન્ડ બની રહ્યું છે. અનેક વિવાદોના કારણે એસ.ટી.બસ સ્ટેન્ડની કામગીરી ગોકળગતિએ ચાલતી હતી, જ્યારે હાલમાં કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી છે. ત્યારે આજે બપોર બાદ મિલરમાં મજૂર આવી ચડતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજતા ભાગદોડ મચી ગઇ હતી.

અમરેલી શહેરના રહેવાસી ભરતભાઇ લાલજીભાઈ ગરાસિયા ઉંમર 30 મિલરમાં આવતા મોત થયું હતું. આસપાસના સ્થાનિક લોકો અને મજૂરો દોડી આવ્યા હતા, ત્યારબાદ હાલ આ મૃતકને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ થતાં સીટી પોલીસ પણ દોડી ગઈ છે બનાવને લઈ કોન્ટ્રાકટની બેદરકારી છે કે કેમ?તે દિશામાં પણ તપાસ કરવા આવશે. હાલ તો આ પ્રકારના બનાવના કારણે નારાજગીનો માહોલ સર્જાયો છે.
અન્ય સમાચારો પણ છે…