મહેસાણાએક કલાક પહેલા
- કૉપી લિંક

મહેસાણા જિલ્લાના લાઘણજ પોલીસે મંડાલી પોલીસ ચોકી પાસે વોચમાં હતા એ દરમિયાન ચોરીની બે ભેંસો સાથે એક આરોપીને ગાડી સાથે ઝડપી લીધો હતો.તેમજ વધુ એક આરોપીને ઝડપવા તજવીજ આદરી હતી.
મહેસાણા જિલ્લાના લાઘણજ પોલીસ સ્ટાફના માણસો મંડાલી નિરમા ચોકી પાસે વોચ પર હતા એ દરમિયાન GJ13BX2509 નમ્બર નું પીકઅપ ડાલું બે ભેંસો ભરીને આપતા પોલીસે રોકયું હતું જ્યાં તપાસ કરતા પોલીસ ને ભેંસો ચોરી કરેલ હોવાનું તપાસ માં સામે આવ્યું હતું.
ઝડપાયેલા અજિત સોનાભાઈ ચૌહાણે પોલીસ સમક્ષ કબુલાત કરી હતી.જેમાં 8 એપ્રિલ 2023ના રોજ ઠાકોર હીરાજી કેશાજી સાથે મળી બપોરના સમયે ભાકડીયા ગામેથી પીક અપ ડાલા મા બે ભેંસો ચોરી કરી ડીસા લઇ ગયા હતા.જ્યાં ડીસાથી ભેંસો અમદાવાદ વેચવા જતા હતા.પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.આમ પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી દીધો હતો.
અન્ય સમાચારો પણ છે…