લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ શેરેમની યોજાઈ; ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોને સન્માનિત કરાયા | A lamp lighting and oath taking ceremony was held; Newly appointed office bearers of BJP were felicitated | Times Of Ahmedabad

દ્વારકા ખંભાળિયાએક કલાક પહેલા

  • કૉપી લિંક

લાઇટિંગ અને ઓથ ટેકિંગ શેરેમની યોજાઈ…
ખંભાળિયાના જાણીતા શ્રી યદુનંદન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અહીંની શ્રી ડિવાઇન ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકીંગ શેરેમની યોજવામાં આવી હતી. જેમાં શ્રી યદુનંદન ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે આવેલી સરકાર માન્ય સ્વનિર્ભર સંસ્થા ડિવાઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના જુદી-જુદી બેચના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકીંગ સેરેમનીમાં હાલારના સાંસદ પૂનમ માડમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સંસ્થાના પ્રેસિડેન્ટ ડો. પી.વી. કંડોરીયા અને વાઇસ પ્રેસિડેન્ટ ડો. ધ્રાંગુ સાથે મુખ્ય પ્રવક્તા તરીકે ઉપસ્થિત રહેલા રાજેશ્વરી મૈયાએ વિદ્યાર્થીઓને જીવનમાં ઉપયોગી તથા કારકિર્દી માટે ઘડતર રૂપ બાબતો કહી, ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે અગ્રણી સંદીપ બેરા, પી.આઈ. એન.એચ. જોશી વગેરેએ ખાસ ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ભવિષ્યમાં ઉપલબ્ધ થનાર નર્સિંગ માટેની રોજગારીની ઉજવળ તકો વિશે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓને શુભકામનાઓ પણ પાઠવી હતી.

ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોને સન્માનિત કરાયા…
ખંભાળિયામાં તુલસી પાર્ક અને શિવ પાર્ક વિસ્તારમાં બ્રહ્મ મિત્ર મંડળના ઉપક્રમે ગત રાત્રે રામ તુલસી હનુમાન મંદિરે મહા આરતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક રહીશો દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ મયુર ગઢવી, મહામંત્રી રસિક નકુમ અને ભરત ગોજીયા, મંત્રી રાજુ ભરવાડ, નિમિષા નકુમ તેમજ લખુ ચાવડાનું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم