السبت، 29 أبريل 2023

કાંકરેજમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ અનેક પ્રશ્ને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું | A large number of farmers gathered in Kankerage and sent a petition to the Mamlatdar | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)4 કલાક પહેલા

  • કૉપી લિંક

કાંકરેજમાં ભારતીય કિસાન સંઘના આગેવાનોએ વિવિધ પ્રશ્ને મામલદાર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું વળતર અને પાક ધિરાણ રીન્યુ કરવા તેમજ સુજલામ સુફલામમાં બનાસનદીનું પાણી બંધ કરવામાં આવેલું તે ફરી શરૂ કરવા, ભૂગર્ભ જળની સમસ્યા વચ્ચે વીજ ચેકિંગના પ્રશ્નોને લઈને ખેડૂતો પરેશાન થયા છે ત્યારે ગામના તળાવ પણ ભરવાની માંગ કરી છે.

કિસાન સંઘ દ્વારા પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, સુજલામ સુફલામ દ્વારા બનાસનદીમાં પાણી ચાલુ હતું પરંતુ તે બંધ કરેલ છે. ખેડૂતોએ વિશ્વાસથી વાવેતર કરેલ હતું પરંતુ 20 થી 25 દીવસ માટે પાક સુકાઈ જવાની ભીતિ હોઈ સત્વરે પાણી ચાલુ કરવામાં આવે તો જ પાક બચી શકે. પુર્વ વિભાગમાં પાણીના તળ 1000 થી 1200 ફુટ ગયેલ હોવાથી સુજલામ સુફલામ ચાલુ રહે તેવી સરકારને અમારી વિનંતી છે. કમોસમી વરસાદના કાણે રવિ પાકને નુકસાન હોવાથી અમોને વળતર આપવામાં આવે તેમજ પાકધિરાણ સરકાર તરફથી રીન્યુ કરી આપવું. પાકના નુકસાનનું સર્વે કરી તેનું વળતર ચુકવવું. તેમજ પાણીના તળ ઉંડા હોવાથી રોજ વીજ ચેકિંગનો પ્રશ્ન હોવાથી ખેડૂત ખુબજ કંટાણી ગયેલો છે તો વીજ કંપની ખેડૂત પાસે સમજુતી કરી રેગયુલર કરે તેવી માંગ છે. આ બાબતે મુખ્ય મંત્રીને ખેડૂતો રજૂઆત કરીએ છીએ.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.