ભરૂચએક કલાક પહેલા
- કૉપી લિંક

ભરૂચ જિલ્લા પંચાયત ખાતે મોબાઈલ સ્વાસ્થ્ય સેવા અંતર્ગત મોબાઈલ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લામાં આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ સતત પ્રયત્નશીલ બન્યું છે ત્યારે છેવાડાના વાગરા તાલુકાના ગામેગામ લોકોને રોજેરોજ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે આજરોજ મોબાઈલ સ્વાસ્થ્ય સેવા અંતર્ગત ભરૂચ જિલ્લા પંચાયતના પટાંગણમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ અને વિકાસ અધિકારી પ્રશાંત જોશીના હસ્તે લીલી ઝંડી બતાવી મોબાઈલ વાનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ લોકાર્પણના કાર્યક્રમમાં આરોગ્ય અધિકારી જે.એસ. દુલેરા અને અધિકારી તેમજ પધાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.