Wednesday, April 26, 2023

પાટણમાં સરકારી જિલ્લા પુસ્તકાલયની સ્માર્ટ લાયબ્રેરી અને ઈ-લાયબ્રેરીનું લોકાર્પણ, એક હજારથી વધું પુસ્તકો ધરાવતી લાયબ્રેરીનો લાભ લેવા અનુરોધ | Launch of smart library and e-library of government district library in Patan, request to avail library with more than one thousand books | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Launch Of Smart Library And E library Of Government District Library In Patan, Request To Avail Library With More Than One Thousand Books

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગ્રંથાલય ખાતું, ગુજરાત રાજ્ય ગાંધીનગરના સરકારી જિલ્લા પુસ્તકાલય, પાટણ ખાતે નિર્માણ પામેલ અધતન સ્માર્ટ અને ઈ-લાયબ્રેરીનું આજરોજ જિલ્લા કલેકટર અરવિંદ વિજયનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગ્રંથાલય નિયામક, ગુજરાજ રાજ્ય ગાંધીનગર ડૉ. પંકજ કે. ગૌસ્વામી દ્વારા કલેક્ટરનું કુમકુમ તિલક અને બુકેથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કલેકટરએ રિબીન કાપીને સ્માર્ટ અને ઈ-લાયબ્રેરી પ્રજાજનો માટે ખુલ્લી મુકી હતી.

‘‘આઝાદીનો અમૃત્ત મહોત્સવ” અંતર્ગત આઝાદી પર્વને સંબંધિત સાહિત્યના 1000 થી વધું પુસ્તકો ધરાવતી આ લાયબ્રેરીનો લાભ લેવા માટે જિલ્લા કલેક્ટરએ પાટણની જનતાને આમંત્રણ પાઠવ્યું છે. વડાપ્રધાનના વાંચે ગુજરાતના અભીગમને સાર્થક કરતી આ અધ્યતન ઈ-લાયબ્રેરી ખરેખર પાટણની જનતા માટે ભેટ સમાન છે.

ગુજરાતના વાંચન સાહિત્ય પ્રેમી યુવાનો અને વિદ્યાર્થીઓને ગ્રંથાલયમાં અદ્યતન સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશથી ગત નાણાકીય વર્ષે રાજ્યના ત્રણ જિલ્લા ગ્રંથાલયને સ્માર્ટ લાઈબ્રેરી તરીકે વિકસાવવાનો નિર્ણય કરાયો હતો. જેમાં અમદાવાદ, સુરત અને પાટણ ખાતેના સરકારી જિલ્લા પુસ્તકાલયને સ્માર્ટ લાઈબ્રેરી તરીકેનો અદ્યતન ઓપ અપાઈ રહ્યો છે. અધતન સુવિધાઓથી ઉપલબ્ધ સ્માર્ટ લાઇબ્રેરીમાં અધતન વિદ્યાર્થી વાંચન ખંડ, ઈ-લાઇબ્રેરી, સીસીટીવી કેમેરા, ફ્રી નેટ સર્ફીગ સુવિધા,ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમ, સિનિયર સિટીઝનો માટે અધતન બેઠક વ્યવસ્થા જેવી અનેક સુવિધાઓથી લાઇબ્રેરીને સજ્જ કરી સ્માર્ટ લાઈબ્રેરીનો ઓપ આપવામાં આવ્યો છે.

આજરોજ આયોજીત કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, ડો. પંકજ ગોસ્વામી (ગ્રંથાલય નિયામક, ગુ.રા.ગાંધીનગર), ડૉ. અમિતાબેન દવે (મદદનીશ ગ્રંથાલય નિયામક, મહેસાણા), ડો. જયરામભાઈ દેસાઈ (ગ્રંથપાલ, જિલ્લા પુસ્તકાલય, ગાંધીનગર ), જિલ્લા પુસ્તકાલય પાટણના મદદનીશ ગ્રંથપાલ શ્રી જે. કે. જાળિયા, તેમજ લાયબ્રેરીનો સ્ટાફ અને પાટણની જાહેર જનતા ઉપસ્થિત રહી હતી.

Related Posts: