મહેસાણા LCBએ મગરોડા પાસેથી દારૂ ભરેલી ઈકો કાર ઝડપી, વડસમાં દારૂની ડિલિવરી કરવાની હતી | Mehsana LCB had to pick up an eco car full of liquor from Magroda and deliver the liquor to Vadus | Times Of Ahmedabad

મહેસાણા5 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં સતત વિદેશી દારૂ ઝડપાઇ રહ્યો છે.મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે ઇકોમાં લઈ જવાતો વિદેશી દારૂ મગરોડા ગામ પાસે વોચ ગોઠવી ઝડપી લીધો હતો.જેમાં તપાસ દરમિયાન ચાર શખ્સ સામે પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.તેમજ 3.94 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

દારૂ ભરેલ ઇકો અંગે મહેસાણા LCBને બાતમી મળી
મહેસાણા એલસીબી ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે.GJ02DJ8026 ઇકોનો ચાલક રાજસ્થાનથી દારૂ ભરીને રાત્રી દરમિયાન વિસનગર મગરોડા થઈ ઉદલપુર તરફ જવાનો છે.બાતમી આધારે ટીમે મગરોડા ગામે ગેટ પાસે વોચ ગોઠવી વાહન ચેકિંગ કરતા હતાં.એ દરમિયાન ઇકો ગાડી આવતા પોલીસે ગાડી રોકવાનો પ્રયાસ કરતા ઇકો ચાલક ગાડી ભગાડી મૂકી બાદમાં એલસીબી ટીમે ગાડીઓ આડી કરી દારૂ ભરેલ ઇકોને ઝડપી લીધી હતી.

દારૂ વડ્સમાં ખાતે આપવા જવાનો હોવાનું સામે આવ્યું
​​​​​​​
એલસીબીએ ઝડપયેલ ઇકોના ચાલક ઠાકોર અનિલજી ઉર્ફ અનિયાને ઝડપી તપાસ કરતા ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી. જેમાં પોલીસે ગાડી સહિત કુલ 3 લાખ 94 હજાર 900નો મુદ્દામાલ ઝડપી લીધો હતો.ઝડપાયેલા આરોપીના જણાવ્યા પ્રમાણે શ્રવણસિંહ બિશ્નોઈ અને પિન્ટુ સિંહ સોલકીએ જાબુડી ઠેકા પરથી વિદેશી દારૂ ભરી આપ્યો હતો.અને આ દારૂ વડ્સમાં ખાતે રહેતા ગોહીલ રાજેન્દ્રસિંહ બીખાજીને આપવાનો હતો.

ચાર સામે ગુનો દાખલ
સમગ્ર કેસમાં મહેસાણા LCBએ દારૂની હેરાફેરી મામલે અનિલ ઉર્ફ અનિયો રહે,પઢારિયા, શ્રવણ સિંહ બીસનોઈ,(જોધપુર), પિન્ટુ સિંહ સોલંકી (રહે,ડીસા),રાજેન્દ્રસિંહ વિહોલ(રહે,વડ્સમાં) વાળા સામે ગુનો દાખલ કરાવી વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post