Monday, April 17, 2023

વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષના નેતાએ તપાસ કરીને હલકી કક્ષાની કામગીરી પુરવાર થાય તો કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા માંગ કરી | Leader of Opposition of Vadodara Municipal Corporation demanded blacklisting of contractor if substandard performance is proved after investigation. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Leader Of Opposition Of Vadodara Municipal Corporation Demanded Blacklisting Of Contractor If Substandard Performance Is Proved After Investigation.

વડોદરાઅમુક પળો પહેલા

  • કૉપી લિંક

વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષના નેતા અમી રાવત.

વડોદરાના ભાયલીથી રાયપુરા અને ઓલ્ડ પાદરા રોડ, ચકલી સર્કલ પાસે રસ્તા પરનો ડામર પીગળવા બાબતે વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષના નેતા અમી રાવતે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અને મેયરની પત્ર લખ્યો છે અને તપાસ કરીને કોન્ટ્રાક્ટરને લિસ્ટ કરવાની માંગ કરી છે.

હલકી કક્ષાનો ડામર વપરાયો?

અમી રાવતે લખેલા પત્રમાં જણાવ્યું છે કે કે, છેલ્લા પાંચ દિવસથી વડોદરાના ભાયલી-રાયપુરા રોડ અને ચકલી સર્કલ પાસે રસ્તાઓ પરના ડામર પીગળવાની વાતો નાગરિકો દ્વારા મને જાણ કરવામાં આવી રહી છે. જો 35 ડીગ્રી તાપમાને જો રસ્તો પીગળે તો કાંતો હલકી ગુણવત્તા અને ભ્રષ્ટાચાર થયાની ચાડી થાય છે. સામાન્ય રીતે ડામર 54 ડીગ્રી તાપમાને પીગળતો હોય છે પરંતુ જો 35 થી 40 ડિગ્રીમાં પીગળવા માડે તો હલકી કક્ષાનો ડામર વપરાયેલ છે, તેવી શક્યાતાઓ નકારી શકાય નહી.

ઇજારદારોને છાવરવામાં આવે છે

આડકતરી રીતે ઇજારદારને બચાવવા માટે કાચા-પાકા રસ્તાઓ અને કાર્પેટીંગના કામો અલગ-અલગ ઇજારદારને આપવામાં આવે છે અને આમ કરવાથી કોઇપણ ઇજારદારની કામગીરી નિશ્ચિત થતી નથી. જેથી રોડ તુટવાના કિસ્સામાં કોઇ જવાબદાર થતુ નથી. ભ્રષ્ટ અધિકારી તેમજ વહીવટકર્તાની સાંઠગાંઠથી આવી છટકબારી ઉભી કરી આવા ઇજારદારોને છાવરવામાં આવે છે.

તપાસ કરીને કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરો

આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકામાં પુરતો સ્ટાફ નથી તેથી કામનું પ્રોપર સુપરવિઝન થતુ નથી. ગણ્યાગાયા ફ્ક્ત 5-6 ઇજારદાર રસ્તાઓના કામો લેતા હોય છે. દરેક વર્ષે ચોમાસા પછી ઉનાળના રોડના કામોમાં ફરીયાદો આવે છે. તેમ છતાં પણ તે બાબતેની કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. ભ્રષ્ટ અધિકારી, ઇજારદાર અને વહીવટની સાંઠગાંઠને લીધે વડોદરા શહેરનું નામ ખડોદરા તરીકેનું ઉપનામ મળી ગયુ છે. આજે જે રસ્તામાં ડામર પીગળવાની ફરીયાદ આવી છે તે ઇજારદારની કામગીરીની ચકાસણી થવી જોઇએ અને હલકી કક્ષાની કામગીરી જો પુરવાર થાય તો ઇજારદારને તાત્કાલિક અસરથી બ્લેકલીસ્ટ કરવામાં આવે તેમજ જવાબદાર અધિકારી ઉપર પણ કાયદેસરના પગલા લેવાય તેવી મારી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: