પાટણનાં દક્ષિણના મહોલ્લાઓને અશાંત વિસ્તાર જાહેર કરવા જૈન સમાજનાં અગ્રણીઓએ કલેકટરને રજૂઆત કરી | Leaders of the Jain community submitted to the collector to declare the southern neighborhoods of Patan as disturbed areas. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Leaders Of The Jain Community Submitted To The Collector To Declare The Southern Neighborhoods Of Patan As Disturbed Areas.

પાટણ11 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ શહેરનાં દક્ષીણ ભાગનાં કેટલાક મહેલ્લાઓમાં કેટલાક લોકો દ્વારા મકાનો ખરીદીને અહીં વર્ષોથી બાપદાદાઓનાં ઘરોમાં રહેતા અને તેની સાથે ભાવનાત્મકતા ધરાવતા પરિવારોને પોતાનું ઘર વેચવા મજબુર કરાઈ રહ્યા હોવાની ફરીયાદ પાટણનાં આ વિસ્તારનાં પટેલ, મોદી અને જૈન સમાજનાં અગ્રણીઓએ પાટણ જિલ્લાનાં અધિક નિવાસી નાયબ કલેકટર પ્રદિપસિંહ વાઘેલા સમક્ષ કરીને તે અંગે અશાંત ધારા અંગેનું જાહેરનામુ બહાર પાડવા અને આ પ્રવૃત્તિ અટકાવવા માટેની રજુઆત કરી હતી.

આ અંગેની મળતી માહિતી મુજબ પાટણનાં મોદી સમાજ, જૈન અને પટેલ સમાજનાં અગ્રણીઓએ પાટણ જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી કે, પાટણનાં દક્ષીણ વિસ્તારમાં અનેક મહેલ્લાઓમાં જૈન દેરાસરો અને મંદિરો આવેલા છે. તેઓએ મહેલ્લાઓ અને મંદિરો અને દેરાસરોનાં નામ જણાવીને નાયબ કલેકટર સમક્ષ રજુઆત કરી હતી કે, આ મહેલ્લાઓમાં ઘણા પરિવારો ધંધાથે બહાર ગામ ગયેલા હોવાથી ઘણા મકાનો બંધ રહે છે. તેનો ગેરલાભ ઉઠાવીને ચોકક્સ વ્યક્તિઓ તેમનાં પરિવારોને મોટી ઓફરો આપીને મકાનો ખરીદવાની પેરવી કરી રહ્યા છે.

આ મકાનો ખરીદનારાઓઓ અત્રેનાં રહિશોની ધાર્મિક લાગણીઓને દુભાવતા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. આ આગેવાનોએ રજુઆત કરી હતી કે, આ મંદિરો અને દેરાસરો સાચવવાની ભાવનાથી તથા ધાર્મિક લાગણીને માન આપીને તંત્ર આ મહેલ્લાઓને અશોત વિસ્તાર જાહેર કરીને કલેકટરની પરવાનગી વિના અન્ય કોમનાં માણસોને મકાન વેચી ન શકાય તેવો આદેશ કરવા જણાવ્યુ હતું.

પાટણનાં રાજકાવાડા નિશાળની શેરીનાં એક મકાનને ઓછી કિંમતે ખરીદાયુ હોવાનો દાખલો આપ્યો હતો. તેઓનાં આક્ષેપ મુજબ મહેલ્લામાં એક પ્રથમ મકાન ઉંચા ભાવે અન્ય સમાજનાં વ્યક્તિ દ્વારા ખરીદયા પછી બાકીનાં મકાનો સાવ સસ્તામાં ખરીદાઈ રહયા છે તેમ જણાવીને તેઓની સામે પગલાં લેવા રજુઆત કરી હતી. રજૂઆતમાં ધીરુભાઈ શાહ, જે.પી.શાહ, દિપકભાઈ, મનીષ ચોખાવાલા, અરવીંદભાઈદરજી, ગૌરવ મોદી, રાકેશભાઈ પટેલ, ટીનુંભાઈ શાહ, નરેશભાઈ મોદી, સંદીપ મોદી, ગીરીશભાઈ પટેલ સહિત અન્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post