નવસારી7 કલાક પહેલા
- કૉપી લિંક
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ દિપડાઓ નવસારી જિલ્લામાં હોવાનું માનવામાં આવે છે. પૂર્વ પટ્ટીના ગામો દીપડાની હાજરીથી ટેવાઈ ગયા હોય તેમ અવારનવાર દીપડા અને માનવ વચ્ચે સામનો થવાના બનાવો નોંધાયા છે ડાંગ જિલ્લાના જંગલ બોડા થતા દિપડાઓ હિજરત કરીને નવસારી જિલ્લા તરફ આગળ વધી રહ્યા છે ત્યારે આજે ફરીવાર વાંસદા તાલુકાના ખાંભલા ગામે ખેતરમાં કામ કરતા ત્રણ મજૂરો પર દીપડાએ હુમલો કરતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે.

જ્યસિહભાઈ ગાયકવાડ,સુરેશ ચવધરી, ચિંતું ગાયકવાડ નામના ત્રણ ખેત મજૂરો બપોરના ત્રણ વાગ્યે ખેતીમાં કામ કરી રહ્યા હતા ત્યારે એકાએક ખેતરમાં ચઢી આવેલા દીપડાએ ત્રણેય ઉપર વારાફરતી હુમલો કર્યો હતો જેમાં મજૂરોને ઇજાઓ થવા પામી હતી હુમલો કરી દિપડો નાસી ગયા બાદ અન્ય મજૂરોએ ત્રણેયને સારવાર અર્થે વાંસદા કોટેજ હોસ્પિટલ ખસેડ્યા હતા.

ઘટનાની જાણ વન વિભાગને થતા તાત્કાલિક ખાંભલા ગામ દોડી ગયા હતા અને પાંજરું મુકી દીપડાને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે નવસારી જિલ્લાના વન વિભાગ એ દીપડા અને માનવ વચ્ચે થતા ટકરાને અટકાવવા માટે કોઈ નક્કર પગલાં લેવાની જરૂર ઊભી થઈ છે, નવસારી જિલ્લામાં દીપડાઓને શેરડીના ખેતરોમાં હુંફ પાણી અને જીવન જીવવાનું પર્યાપ્ત વાતાવરણ મળી રહેતા નવસારી જિલ્લામાં તેઓ સ્થાયી થયા છે પરંતુ ખેત મજૂરો સહિત ગ્રામજનો ઉપર થતા હુમલા પણ ચિંતા વધારી રહ્યા છે.
દીપડા કેમ માનવ વસ્તી તરફ વધી રહ્યા છે?
ડાંગ જિલ્લામાંથી ધીરે ધીરે દીપડાની પ્રજાતિ નવસારી . જિલ્લા તરફ સ્થળાંતરિત થઈ રહી છે નવસારી જિલ્લામાં શેરડીના ખેતરોમાં દીપડાને હુંફ મળે છે તો સાથે જ પૂર્ણા કાવેરી અને અંબિકા નદીમાંથી પીવાના પાણીની જરૂરિયાત સંતોષાય છે ત્યારે પરિવાર સહિત દીપડાઓ અહીં મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે. દીપડાઓ અત્યાર સુધી નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં જ મોટી સંખ્યામાં જોવા મળતા હતા પરંતુ હવે પશ્ચિમ વિભાગના ગામડાઓમાં પણ દીપડાની દહેશત વધી છે.