દાહોદના ઘાંચીવાડમાં જીવંત વાયર તૂટી પડતા બે પશુઓને કરંટ લાગ્યો પણ બચી ગયા, વીજ કર્મચારીઓ મોડા આવતા લોકોએ રોષ ઠાલવ્યો | Live wire breaks in Dahod's Ghanchiwad, two cattle get electrocuted but survive, people angry over late arrival of electricity workers | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Live Wire Breaks In Dahod’s Ghanchiwad, Two Cattle Get Electrocuted But Survive, People Angry Over Late Arrival Of Electricity Workers

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદના ઘાંચીવાડમાં શોર્ટ સર્કિટના કારણે થ્રી ફેસ ઓવર હેડ વાયર તૂટીને જમીન પર પડ્યો હતો. ત્યાંથી પસાર થતાં મૂંગા પશુને ઈલેક્ટ્રીક કરંટ લાગતા ઈજાગ્રસ્ત થયા હતા.જો કે કોઈ જાનહાનિ થઈ ન હતી.વીજ કંપનીના કર્મચારીઓ મોડા આવતા લોકોએ રોષ ઠાલવ્યો હોવાનુ જાણવા મળયુ છે.

વાયર ગરમ થઈને નીચે તૂટી પડ્યો
દાહોદ શહેરમાં ગીચ વસ્તી ધરાવતા ઘાંચીવાડ ગત રોજ રાત્રે એમજીવીસીએલની પસાર થતી થ્રી ફેઈઝ લાઈનના ઓવર હેડ વાયર કોઈ કારણે વાયર ગરમ થઈ બ્રેક થયો હતો. જેના પગલે થ્રી ફેઈઝ લાઈનનો જીવંત વાયર તૂટીને રસ્તા પર પડ્યો હતો.

સ્થાનિકોએ વીજ કંપનીનો તુરત જ સંપર્ક કર્યો
અત્રેથી પસાર થતાં બે મૂંગા પશુને ઇલેક્ટ્રીક શોક લાગ્યો હતો પરંતુ તેમના જીવ બચી ગયો હતો. આ ઓવર હેડ વાયર તૂટ્યો તે સમયે વાહન ચાલકો તેમજ રાહદારીઓની અવરજવર નહીવત હોવાના કારણે સબ નસીબે કોઈ જાનહાનિ બનવા પામી નહોતી. જોકે આ ઘટના બાદ આસપાસના ભેગા થયેલા લોકોએ તરત જ એમજીવીસીએલ નો સંપર્ક સાધ્યો હતો.

વીજ કર્મીઓ મોડા પહોંચતા લોકોએ રોષ ઠાલવ્યો
દોઢ બે કલાક જેટલો સમય વિત્યાં છતાય એમજીવીસીએલના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા નહોતા. અને આ જીવંત વાયરની નજીકથી લોકો બિન્દાસ પણ અવર જવર કરી રહ્યા હતા. જોકે દોઢ કલાક બાદ એમજીવીસીએલના કર્મચારીઓ સ્થળ પર આવતા સ્થાનિકોએ એમજીવીસીએલના કર્મચારીઓ ઉપર રોષ ઠાલવ્યો હતો અને ત્યાર બાદ સમારકામ કરી દેવાયુ હતુ.હાલ આ ઘટનામાં ઓવરલોડ ના કારણે ઓવર હેડ વાયર ગરમ થઈ બ્રેક થઈ જમીન ઉપર તૂટીને પડ્યો હોવાનું કહેવાય રહ્યું છે. જોકે આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની ન પહોંચતા સ્થાનિકોએ તેમજ એમજીવીસીએલના કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم