Friday, April 21, 2023

ઈડરના લાલોડામાં દીપડો દેખાતા સ્થાનિકે વીડિયો વાઇરલ કર્યો; વન વિભાગ રાત્રે ફૂટ પેટ્રોલિંગ કરશે | A local went viral with a video of a panther seen in Eder's laloda; The forest department will conduct foot patrolling at night | Times Of Ahmedabad

સાબરકાંઠા (હિંમતનગર)10 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના લાલોડા ગામની સીમમાં રાત્રિ દરમિયાન તળાવથી ડુંગર પર જતો દીપડો દેખાયો હોવાનો સ્થાનિકોએ ઉતારેલો વીડિયો વાયરલ થયો હતો. જેને લઈને વન વિભાગ સતર્ક થયું છે અને રાત્રે ફૂટ પેટ્રોલિંગ કરવાનું વન વિભાગ દ્વારા જણાવ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે, ઈડરના લાલોડામાં ગુરવારે રાત્રે સાડા નવ વાગ્યાના સમયે ગામના તળાવથી ડુંગર તરફ દીપડો જતો જોવા મળ્યો હતો. જેનો વીડિયો સ્થાનિકોએ ઉતાર્યો હતો જે વાઈરલ થયો હતો. આ અંગે લાલોડા ગામના સરપંચ ભાવેશ પટેલે જણાવ્યું હતું કે, અગાઉ પણ દીપડાનું જોડુ અને બચ્ચા જોવા મળ્યા હતા અને ગુરુવારે પણ રાત્રે દીપડો દેખવા મળ્યો હતો. જે તળાવથી ડુંગર તરફ જતો હતો. જેનો વીડિયો સ્થાનિકોએ ઉતાર્યો હતો અને સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જોકે આ વાઇરલ વીડિયોમાં દેખાતો દીપડો ગઈકાલે રાત્રે દેખાવા મળ્યો હતો.

આ વિસ્તારમાં વારંવાર દીપડો જોવા મળે છે. તો ઉનાળાની ગરમીમાં રાત્રે દીપડો દેખા દેતા સ્થાનિકોમાં ભય જોવા મળ્યો હતો અને દીપડાને પાંજરે પુરવા માટે માગ કરી હતી. આ અંગે ઇડર વન વિભાગના આરએફઓ ગોપાલભાઈ પટેલે જણાવ્યું હતું કે, લાલોડામાં દીપડો દેખાયો એવા ફોટા અને વીડિયો મને જોવા મળે છે તેને લઈને આજે રાત્રે ફૂટ પેટ્રોલિંગ કરીશું જેથી દીપડા વિષે જાણકારી મળી શકશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: