MA સેમ-2 માં અર્થશાસ્ત્રનું પેપર બદલાતાં યુનિવર્સિટીમાં દોડધામ | Rushing to university after changing Economics paper in MA Sem-2 | Times Of Ahmedabad

ભુજએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • પ્રિન્ટિંગ એજન્સીની ભૂલના કારણે વિદ્યાર્થીઓ હેરાન, નોટીસ અપાઈ

કચ્છ યુનિવર્સિટીમાં વિવાદ અને છબરડા સામાન્ય બની ગયા છે ત્યારે હાલમાં ચાલી રહેલી પરીક્ષામાં સપ્તાહમાં ફરી છબરડો સામે આવ્યો છે.માસ્ટર ઓફ આર્ટસના અર્થશાસ્ત્રના પેપરમાં ભૂલ સામે આવી હતી. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ,એમ.એ.ના દ્વિતીય સેમેસ્ટરમાં મંગળવારે ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમિક્સનું પેપર આયોજિત કરાયું હતું.કચ્છ યુનિવર્સિટી,માંડવી અને આદિપુરની કોલેજમાં અંદાજીત 100 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા ત્યારે તેઓને બુધવારે લેવાનારૂ પબ્લિક ઇકોનીમિક્સનું પેપર અપાયું હતું.

જે વિષયમાં વાંચ્યું નથી તે પેપર કેમ આપવું ? તેવો સવાલ વિદ્યાર્થીઓ દ્વારા ઉઠાવવામાં આવતા તત્કાલિક પ્રશ્નપત્ર પરત લઈ બાદમાં હાથથી લખેલું નવું પેપર ઇશ્યુ કરી તેની ઝેરોક્ષ અપાઇ હતી.વિલંબ બદલ સમયગાળો વધારી દેવાયો હતો તેમજ બુધવારનું પેપર લીક થયું હોઇ પેપર બદલવામાં આવ્યું હતું.ચાલુ પરીક્ષામાં બીજીવાર છબરડો સામે આવ્યો છે જેમાં તાજેતરમાં બીએ સેમેસ્ટર-2 માં બીએસસીના પેપર કોડ અને નંબર છાપવા સાથે માર્કમાં પણ ફેરફાર જણાયો હતો.

આ બાબતે પરીક્ષા નિયામક તેજલ શેઠે જણાવ્યું કે,પેપરના બંડલ પર કોડ નંબરના આધારે કેન્દ્રો પર તે પહોંચતા કરાયા હતા.જેમાં મંગળવારે કોડ તે પરીક્ષાનો હતો પણ તેની અંદરના પેપર અલગ હોવાની જાણ થતા તાત્કાલિક નવું પેપર અપાયું છે બુધવારે પણ નવું જ પેપર પુછાયું છે.પ્રિન્ટિંગ એજન્સીની ભૂલના કારણે ઘટના બની છે જેને નોટિસ અપાઈ છે.

ગાંધીધામમાં પરિક્ષામાં મોબાઈલ સાથે છાત્ર પકડાયો
હાલમાં યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષા ચાલી રહી છે જેમાં ગાંધીધામ વિસ્તારમાં આવેલી કોલેજમાં BBA SEM-2 ની પરીક્ષા લેવાઈ રહી હતી ત્યારે અચાનક કલાસરૂમમાં પહોંચેલી ફલાઇંગ સ્કવોર્ડની ટીમે 2 કોપી કેસ ઝડપ્યા હતા.જેમા એક વિદ્યાર્થી પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો જ્યારે અન્ય એક વિદ્યાર્થીનીએ હાથમાં જવાબ લખેલા હતા.જેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post