વલસાડ35 મિનિટ પહેલા
- કૉપી લિંક

વલસાડ જિલ્લાના માજી ધારાસભ્ય માધુ રાઉત પર અજાણ્યા શખ્સ દ્વારા હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. માધુ રાઉતને માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા પૂર્વ ધારાસભ્યનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

માધુ રાઉત પોતાની વળવત ગામની આશ્રમ શાળા ઉપર બેઠા હતા ત્યારે પાછળથી આવેલી કોઈ અજાણી વ્યકિત દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં માધુ રાઉતને માતાના ભાગે ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ પોલીસને થતા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ અંગે પૂર્વ ધારાસભ્યનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાની હાલ કપરાડા વિધાનસભા બેઠક છે. જે પહેલા મોટા પોઁઢા બેઠક હતી. તે બેઠક પર માધુ રાઉત 1995માં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા.