No results found

    મહીસાગર પોલીસ દ્વારા જુનિયર ક્લાર્ક પરીક્ષાને અનુલક્ષી મિટિંગ યોજાઇ; રિક્ષા એસોસિએશન દ્વારા સરાહનિય કામગીરી કરાશે | Mahisagar Police held a meeting regarding the Junior Clerk Exam; Appreciable work will be done by Rickshaw Association | Times Of Ahmedabad

    મહિસાગર (લુણાવાડા)એક કલાક પહેલા

    • કૉપી લિંક

    ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા આગામી 9મી એપ્રિલ એટલે કે, આવતીકાલે રવિવારના રોજ યોજાનાર છે. તેને અનુલક્ષી મહીસાગર જિલ્લા તંત્ર દ્વારા સમગ્ર પરીક્ષા પ્રક્રિયા માટેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ પરીક્ષાને અનુલક્ષી મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા પોલીસ અધિક્ષક આર.પી. બારોટના માર્ગદર્શનમાં નાયબ પોલીસ અધિક્ષક પી.એસ. વળવીની સૂચનાથી જિલ્લામાં આવનાર પરીક્ષાર્થીઓ સરળતાથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે તે માટે સરાહનીય પગલું ભરતા રિક્ષા એસોસિએશન સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

    રિક્ષા ચાલકોએ પરીક્ષાર્થીઓને રાહતદરે પરીક્ષાકેદ્ર સુધી પહોંચાડવા, સાથે તમામ શક્ય મદદની ખાતરી ઉચ્ચારી હતી. લુણાવાડા પોલીસ ઇન્સપેક્ટર ધેનુ ઠાકરે રિક્ષા ચાલકો સાથેની આ મિટિંગમાં બહારથી આવતા પરીક્ષાર્થીઓને મદદરૂપ થવાના લુણાવાડા રિક્ષા એસોસિએશનના સહકારને આવકાર્યો હતો. જિલ્લા પોલીસ વિભાગ તરફથી રિક્ષા ચાલકોની પરીક્ષાર્થીઓને મદદરૂપ થવાની ભાવનાને બિરદાવી હતી.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال