Thursday, April 20, 2023

કાંધરોટી ગામમાં માટી ખનન કરતા ચાર ટ્રેક્ટર, એક જેસીબી સહિત છ વાહનો મામલતદારે જપ્ત કર્યા, ગેરકાનૂની પ્રવૃત્તિ કરનારામાં ફફડાટ | Mamlatdar seizes four tractors, six vehicles including one JCB from soil mining in Kandharoti village, crackdown on illegal activities | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Mamlatdar Seizes Four Tractors, Six Vehicles Including One JCB From Soil Mining In Kandharoti Village, Crackdown On Illegal Activities

આણંદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

બોરસદ તાલુકાના કેટલાક ગામોમાં છેલ્લા ઘણા સમયથી ગૌચર તેમજ સરકાર હસ્તકની કે ગ્રામ પંચાયત માલિકીની જમીનમાંથી માટી ખનન કરવાનું બેરોકટોક ચાલતું હોવાની ફરીયાદો ઉઠી હતી. સ્થાનિક નાગરિકો માટે વિકટ સમસ્યા સમાન બનેલ ગેરકાનૂની પ્રવૃત્તિને અટકાવવા માટે લોકમાંગ ઉઠવા પામી હતી. તેમ છતાં આ પરત્વે આંખ આડા કાન રાખી સરકારી તંત્ર કોઈ જ પરિણામલક્ષી કાર્યવાહી હાથ ધરવામાં આવી નહોતી. આ બાબતે બોરસદ મામલતદાર કચેરીમાં કાંધરોટી ગામમાં ચાલતા માટી ખનન મામલે થયેલી રજુઆત સંદર્ભમાં તાબડતોબ કાર્યવાહી કરવામાં આવતા માટી ખનન કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ કાંધરોટી ગામમાં ચાલતા માટી ખનન મામલે બોરસદ મામલતદાર આરતીબેન ગોસ્વામીને સ્થાનિકો દ્વારા જાણ થતાં તેઓ સ્થળતપાસ કરવા પહોંચ્યા હતા. આ સ્થળ તપાસ દરમ્યાન ખૂબ મોટાપાયે માટીનું ગેરકાયદે ખનન ઝડપાયું હતું. મામલતદારે નજીકના વિરસદ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ તથા ખાણ ખનિજ વિભાગના કર્મચારીઓને સાથે રાખી તાબડતોબ કાર્યવાહી કરી હતી. માટી ખનન થતું અટકાવવા માટે સ્થળ પર પહોંચેલી ટીમને જોતાં જ નાસભાગ મચી હતી

આ દરોડાની કાર્યવાહી દરમ્યાન મામલતદારે 4 ટ્રેક્ટર, એક જેસીબી, એક બાઇક સહિત બે ડ્રાઇવરને ખોદકામ કરી માટી લઇ જતા અલગ અલગ રસ્તે થી પકડી પાડ્યા હતા. આ દરમિયાન બે ઈસમો 2 ટ્રેક્ટર લઈ ફરાર થઈ ગયા હતા. જેઓની શોધખોળ કરવા મામલતદારે જણાવતાં વિરસદ પોલીસે પણ વધુ કાર્યવાહી હાથ ધરી છે. માટી ખનન સ્થળેથી જપ્ત કરેલ વાહનો વિરસદ પોલીસના હવાલે કરવામાં આવેલ છે.

મહત્વનુ છે કે, આ ગેરકાયદેસર ખનન અંગે આગળની કાર્યવાહી હાથ ધરવા માટે બોરસદ મામલતદાર દ્વારા ખાણ ખનિજ વિભાગને વધુ તપાસ સોપવામાં આવી છે. આ ઉપરાંત બોરસદના કેટલાક ગામમાં બેરોકટોક ધમધમતી ગેરકાનૂની પ્રવૃત્તિ મામલે તાત્કાલિક કાર્યવાહીની સમગ્ર તાલુકામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતા ઈસમોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: