અમદાવાદ35 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમદાવાદના સાણંદના મોડસર ગામે મેળામાં એક શખસની હત્યા કરવામાં આવી હતી. એક શખસે અન્ય શખસ ઉપર છરીના ઘા માર્યા હતા. ઘાયલ શખસને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જો કે, હાજર ડોક્ટરે ઘાયલ શખસને મૃત જાહેર કર્યો હતો.
પતિએ પહેલાંથી જ વોચ રાખી હતી
મૃતક પીપણ ગામનો જીજ્ઞેશ સોલંકી હોવાનું સામે આવ્યું છે. જ્યારે હુમલો કરનાર બાવળાનો દીપક મકવાણા હોવાનું બહાર આવ્યું છે. આરોપીની પત્ની સાથે મૃતકના આડા સંબંધ હોવાની આશંકા રાખીને હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. મોડાસર ગામના મેળામા બન્ને પ્રેમી મુલાકાત કરશે તેવી આરોપીને શંકા જતા વોચ રાખી હતી. ત્યારબાદ મેળામાં બંને પ્રેમી વચ્ચે મુલાકાત થતાં આરોપીએ તેની પત્નીના પ્રેમીને છરીના ઘા મારી હત્યા કરી હતી. ત્યારબાદ આરોપી પોતાના પરિવારને બનાવની જાણ કરીને બાવળા પોલીસ મથકે હાજર થયો હતો.

હત્યાના ઈરાદાથી હત્યારો તૂટી પડ્યો
એક બાજુ લોકો મેળાની મોજ માણી રહ્યા હતા. તો બીજી બાજુ પત્નીના આડાસંબંધનો વહેમ રાખીને બેઠેલો જીજ્ઞેશ પહેલાંથી જ નક્કી કરીને છરી સાથે નીકળ્યો હતો. તેણે પત્નીને તેના કથિત પ્રેમી સાથે જોઈ તેવો જ બેબાકળો થઈને દીપક પર તૂટી પડ્યો હતો. તેણે ઉપરાછાપરી છરીના ઘા ઝીંકીને દીપકને અધમૂઓ કરી દીધો હતો. જીજ્ઞેશ પત્નીના પ્રેમી પર તૂટી પડ્યો હતો. તેને રોકવા માટે કેટલાક લોકોએ પ્રયાસ કર્યો હતો. જો કે, તેણે ગમે તે ભોગે પત્નીના પ્રેમીને મારવા નક્કી જ કરી લીધું હતું. લોકોના પકડવા છતાં તે છૂટી ગયો હતો.

લોકો બચાવવા જતા તેમને પણ ઈજા
દીપક પર મોત બનીને તૂટી પડેલો જીજ્ઞેશ પત્ની પર શંકા રાખીને બેઠો હતો. જેવો મોડસરના મેળામાં પહોંચ્યો કે જેવા બંનેને જોયા તરત જ જીજ્ઞેશ તેની પત્નીના કથિત પ્રેમી પર તૂટી પડ્યો હતો. લોહીલુહાણ હાલતમાં દીપક બચવાનો પ્રયાસ કરતો હતો અને લોકો તેને બચાવવાનો. પરંતુ યમરાજ બનીને આવેલો જીજ્ઞેશ કોઈના પકડ્યો પણ પકડાતો ન હતો. છરી હાથમાં હોવાથી તેણે વચ્ચે પડેલા લોકોને વગાડીને પણ નાસી છૂટ્યો હતો. તે સીધો જ ટોળામાં દોડી ગયો હતો. તો જીજ્ઞેશના મોતના પ્રહારોથી દીપક પણ જમીન પર ઢળી પડ્યો હતો. સારવાર મળે એ પહેલાં તેને મોત આંબી ગયું હતું.
