સુરેન્દ્રનગર27 મિનિટ પહેલા
- કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રેલ્વે સ્ટેશને ઉભેલા મુસાફર પર ટ્રેનમાંથી કોઇએ દારૂની બોટલ ફેકતા ચકચાર મચી જવા પામી હતી. લીંબડી રેલ્વે સ્ટેશન ખાતે આજે કોચીવલીથી ભાવનગર જતી ટ્રેનમાં બેઠેલા શખ્સે ટ્રેનમાથી દારૂની બોટલ ફેકવાનું કારસ્તાન કર્યું હતુ.

લીબડીના ભથાણ ગામના મુસાફરને સામાન્ય ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ મુસાફર ભાવનગર પરીક્ષા આપવા જતો હોવાની વિગતો પણ સામે આવી છે. પોલીસે ઇજાગ્રસ્તનું નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરી અને રેલવેમાંથી દારૂ પીધેલી હાલતમાં સુકુમરન પપ્પુભાઇ પિલ્લાઇ (ઉંમર વર્ષ- 58) રહેવાસી- અરામપુન્ના, તા. પુનાલુર, જિલ્લો- કોલમ ( કેરલા )વાળાનની અટક કરી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ઝડપેલો આરોપી
અન્ય સમાચારો પણ છે…