બે મહિનામાં ઢોર માલિકોએ પોતાના પશુનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરી લેવું, જાહેર માર્ગ, જાહેરમાં ઘાસચારાના વેચાણ પર પ્રતિબંધ | Mandatory registration of cattle by cattle owners within two months, ban on public road, sale of fodder in public | Times Of Ahmedabad

સુરત15 મિનિટ પહેલા

  • કૉપી લિંક
સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર - Divya Bhaskar

સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર

સુરત પોલીસ દ્વારા રસ્તા પર રખડતા ઢોર અને નિયંત્રણ રાખવા જાહેર કરાયેલા જાહેરનામાની સમય મર્યાદામાં વધવાનો કરાયો છે.રખડતા ઢોર અને ઢોરને આપવામાં આવતા ઘાસચારા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બે મહિનાની સમય મર્યાદા સાથે બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત બે માસમાં પશુપાલકોએ તેમના તમામ ઢોરોનું રજીસ્ટ્રેશન મહાનગરપાલિકા અંતર્ગત કરાવી દેવું પડશે. ઉપરાંત જાહેર માર્ગ ફૂટપાથ તથા જાહેર સ્થળો પર ઢોરને આપવામાં આવતા ઘાસચારાના વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

બે મહિનામાં ઢોર માલિકોએ પોતાના પશુનું રજીસ્ટ્રેશન કરાવું પડશે

સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા ફરી એક વખત ઢોરોના માલિક માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ કમિશનરની હુકુમતમાં આવતા વિસ્તારની અંદર વસવાટ કરતા તમામ ઢોરોના (ગાય, ભેસ, વગેરે ઢોર) માલિક, ગોપાલકો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરી ખાસ સૂચના આપવામાં આવી છે.પોલીસ કમિશનરનું આ જાહેરનામું પ્રસિધ્ધ થયાના 60 દિવસમાં પોતાની માલિકીના તમામ ઢોરોને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી લગાડવામાં આવનાર ટેગ તથા ચીપ લગાવડાવની રહેશે.તેના દ્વારા પોતાના ઢોરનું ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવી લેવા ચેતવણી આપવામાં આવી છે.

ઢોરની માલિકી બદલાય તો તેની જાણ કરવી પડશે

આ ઉપરાંત ટેગ તથા ચીપ લગાડેલ ઢોરની માલિકી બદલાય તો, એટલે કે આવા રજિસ્ટ્રેશન કરાવેલ ઢોરના જો માલિક દ્વારા વેચાણ, ગીરો, બક્ષિસ, અથવા વારસાઇ રૂપે માલિકી હક બદલાય તો તેની જાણ જેતે ઢોરના માલિકે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને કરવાની રહેશે. એજ પ્રમાણે જો ઢોરનુ મરણ થાય તો પણ તેની જાણ તેના માલિકે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને કરવાની રહેશે.

જાહેરમાં ઢોરના ઘાસચારા વેચાણ પર પ્રતિબંધ

આ ઉપરાંત સુરત શહેર વિસ્તારમાં પોલીસ કમિ.ની હકુમત હેઠળ સમગ્ર વિસ્તારમાં જાહેર માર્ગ, ફુટપાથ તથા જાહેર સ્થળો ઉપર કોઇપણ વ્યકિત દ્વારા ઘાસચારાનું વેચાણ કરવા તથા જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા તેમજ રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ આગામી તા.16/04/2023 થી તા.14/06/2023 સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم