Wednesday, April 26, 2023

કોસ્ટગાર્ડ દ્વારા ગત મોડીરાત્રે મધદરિયે મેડિકલ સારવાર આપાઈ; ક્રુ મેમ્બરની આંગળી કપાઇ જતા બહાર કાઢ્યો | Medical treatment was provided by the coastguard late last night at midnight; A crew member's finger was cut off and pulled out | Times Of Ahmedabad

પોરબંદર26 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા મધદરીયે રેસ્ક્યુ ઓપરેશ હાથ ધરી કાર્ગો શીપના ક્રુ મેમ્બરને મેડીકલ સારવાર પુરી પાડવામાં આવી હતી. મળતી માહિતી મુજબ પોરબંદર ખાતે આવેલા ભારતીય તટરક્ષક દળના સમુદ્રી બચાવ પેટા કેન્દ્રને 25 એપ્રિલ 2023ના રોજ રાત્રે લગભગ 10 કલાકે વ્યાપારી જહાજ હેલનમાં કોઇ દર્દીને મેડિકલ ઇમરજન્સી ઉભી થઇ હોવાનો કૉલ મળ્યો હતો.

પનામામાં ફ્લેગ થયેલું વ્યાપારી જહાજ હેલન જે પોરબંદરથી લગભગ 200 કિમી દૂર હતું. જે જહાજ સિક્કાથી દક્ષિણ આફ્રિકાના ડર્બન તરફ જઇ રહ્યું હતું. તેમણે એક ભારતીય ક્રૂની જમણા હાથની પહેલી આંગળી કપાઇ ગઇ હોવાથી તેને તબીબી સારવાર માટે બહાર કાઢવા કોસ્ટગાર્ડને વિનંતી કરી હતી.

ઈમરજન્સી કોલ મળતાની સાથે જ ભારતીય તટરક્ષક દળની ઇન્ટરસેપ્ટર બોટ C-161 બચાવ માટે તાત્કાલિક રવાના થઇ હતી. 26 એપ્રિલ 2023ના રોજ પરોઢ સુધીમાં આ વેપારી જહાજ સુધી પહોંચી દર્દીને જહાજમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો અને તટરક્ષક દળની ઇન્ટરસેપ્ટર બોટમાં પ્રાથમિક તબીબી સારવાર કરીને પોરબંદર ખાતે લાવવામાં આવ્યો હતો. વહેલી સવારે પોરબંદર પહોંચ્યા પછી, દર્દીને વધુ સારવાર માટે સ્થાનિક અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો.

Related Posts: