કલેક્ટર ભાવિન પંડ્યાની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ; ક્લાઈમેટ ચેન્જ અંગે વિસ્તૃત જાણકારી આપી | A meeting was held under the chairmanship of Collector Bhavin Pandya; Gave detailed information about climate change | Times Of Ahmedabad

મહિસાગર (લુણાવાડા)32 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મહીસાગર જિલ્લા સંચારી રોગ, ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ અને સિકલસેસ કંટ્રોલ પ્રોગ્રામ મિટિંગ કલેક્ટર ભાવિન પંડ્યાની અધ્યક્ષ સ્થાને મિટિંગ જિલ્લા સેવસદન ખાતે યોજાઈ હતી.

કલેક્ટરએ જણાવ્યું હતું કે, મહીસાગર જિલ્લામાં ન્યુટ્રીશન વાળા ખોરાકની પસંદગી અંગે નાગરિકોને ખાસ જાગૃત કરવાની જરૂર છે. જિલ્લામાં પોષણ ઉણપના દર્દીઓમા મહિલાઓની સંખ્યા અને ગર્ભવતી મહિલાઓ હોય તો તેઓને આ બાબતે યોગ્ય માર્ગદર્શન આપવા ઉમેર્યું હતું. આ ઉપરાંત તેમણે તમામ શાળામાં આજુબાજુ તમાકુ નિયત્રણ કાર્યક્રમ અંગે યુવાઓને જાગૃત કરવા સુચન કર્યું હતું.

આ બેઠકમાં સચારી રોગો અને બર્ડ ફ્લૂ સર્વલેન્સ, રોગ ચાળા નિયંત્રણ અંગે સમીક્ષા, નગર પાલિકા વિસ્તારમાં ક્લોરીનેશન કામગીરી અને સ્ટોક પોજીશન, જાહેર સ્વચ્છતાની જાળવણી અને ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ, તમાકુ નિયંત્રણ ધારા હેઠળ વસુલવામાં આવેલી રકમ તથા ક્લાઈમેટ ચેન્જ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.

આ ઉપરાંત હોસ્પિટલ ખાતે કોવિડ સંદર્ભે ઓફિસરો, ડોક્ટરોની ટીમ અને હોસ્પિટલના સ્ટાફને તાલીમ અને મોકડ્રીક દ્વારા તૈયાર કરવામાં આવેલી છે કે કેમ તેની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, જિલ્લા મેલેરિયા અધિકારી, સિવિલ સર્જન સિવિલ હોસ્પિટલ, તાલુકા હેલ્થ ઓફિસરો સહિતના સંબંધિત અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post