- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- A Middle aged Man Died When His Bike Collided With A Road In Dhanpur’s Boundary, An Old Man Also Died After A Bike Collided With Him In Deogadh Baria’s Sagaramama.
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્ક તસવીર
ધાનપુરના સીમામોઇમાં એક બાઇક છકડા સાથે અથડાઈ હતી. તે વખતે છકડામાથી પટકાયેલા આધેડને માથામાં ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું. જ્યારે છકડામાં સવાર અન્ય ચાર મુસાફરોને પણ શરીરે નાની મોટી ઇજાઓ થઇ હતી. તેવી જ રીતે દેવગઢ બારીઆના સાગરામા ગામમા પણ ચાલતા જતાં વૃધ્ધને બાઈક સવારે અડફેટે લેતા તેમનુ પણ મોત નીપજ્યુ હતું.
મુસાફરો છકડામા જઈ રહ્યા હતા
ધાનપુર તાલુકાના વાખસીયા ગામના નિશાળ ફળિયામાં રહેતા 52 વર્ષિય પ્રતાપભાઇ છગનભાઇ બારીયા તથા કોકીલાબેન લક્ષ્ણભાઇ ભેરૂણ વૈશાલીબેન લક્ષ્મણભાઇ ભેરૂણ, સ્નેહનબેન લક્ષ્મણભાઇ ભેરૂણ હસમુખભાઇ સરદારભા બારીયા જીજે-22-વાય-0306 નંબરના છકડામાં બેસીને જતાં હતા.
તે દરમિયાન સીમામોઇ મહુડી વળાકમાં છકડો પસાર થઇ રહ્યો હતો ત્યારે જીજે-20-બીબી-4950 નંબરની મોટર સાયકલના ચાલકે પોતાની મોટર સાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી છકડાને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.જેમા છકડામાં સવાર પ્રતાપભાઇ છગનભાઇ બારીયા છકડામાંથી નીચે પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું. જ્યારે બાકીના મુસાફરોને શરીરે ઓછીવત્તી ઇજાઓ થઇ હતી. આ સંદર્ભે મૃતકના પુત્ર ભુપતભાઇ પ્રતાપભાઇ બારીયાએ મોટર સાયકલ ચાલક સામે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સારવાર મળે તે પહેલા જ વૃધ્ધનું મોત
દેવગઢ બારિયા તાલુકાના સાગારામા ગામના કાકરોલ ફળિયામાં રહેતા 70 વર્ષિય વૃધ્ધ ગતરોજ સવારે 11 વાગ્યાના અરસામાં ઘર નજીકથી રોડ ઉપર ચાલતા ચાલતા જતાં હતા. તે દરમિયાન કાળીડુંગરી ગામ તરફથી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતાં જીજે-17-બીડી-3992 નંબરની મોટર સાયકલના ચાલકે સોનાભાઇને પાછળથી ટક્કર મારતાં રોડ ઉપર પટકાયા હતા અને પોતે પણ બાઇક સાથે પડી ગયો હતો. અકસ્મત સર્જાતા નજીકમાંથી લોકો ભેગા થઇ ગયા હતા અને ઇજાગ્રસ્ત સોનાભાઇ તથા બાઇક ચાલકને 108 દ્વારા દેવગઢ બારિયા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાળ મળે તે પૂર્વે જ સોનાભાઇનું રસ્તામાં મોત નિપજ્યું હતું. આ સંદર્ભે મૃતકના ભત્રીજા રણજીતભાઇ છગનભાઇ ડાયરા (પટેલિયા)એ બાઇક ચાલક સામે દેવગઢ બારિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.