વડોદરાના કરજણ પાસે મુખ્ય માર્ગ પરથી મળ્યો આધેડ મહિલાનો મૃતદેહ, પોલીસે તપાસ શરૂ કરી | A middle-aged woman's body was found on the main road near Karajan in Vadodara, wild animal attack, accident and murder have been investigated in three directions. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • A Middle aged Woman’s Body Was Found On The Main Road Near Karajan In Vadodara, Wild Animal Attack, Accident And Murder Have Been Investigated In Three Directions.

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક
ઘટના સ્થળે પહોંચેલી પોલીસ. - Divya Bhaskar

ઘટના સ્થળે પહોંચેલી પોલીસ.

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ધનોરા ગામ પાસેથી મુખ્ય માર્ગ પરથી આધેડ મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. કરજણ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મહિલા પર વન્ય પ્રાણીએ હુમલો કર્યો હોઈ શકે, આ ઉપરાંત અકસ્માત અને હત્યા પણ હોઈ શકે. પોલીસે ત્રણેય દિશામાં તપાસ શરૂ કરી છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ બહાર આવશે
કરજણ પોલીસ સ્ટેશનના પીઆઇ એ.કે. ભરવાડે જણાવ્યું હતું કે, મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. અકસ્માત હોય, પ્રાણીનો હુમલો હોઈ શકે, પરંતુ મહિલાના શરીર પર શેના નિશાન છે, તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે પછી જ ખબર પડશે.

મૃતક આધેડ મહિલા

મૃતક આધેડ મહિલા

પોલીસે તપાસ શરૂ કરી
કરજણના ધનોરા ગામથી ગણપતપુરાગામ તરફ જતા મુખ્ય માર્ગ પરથી અજાણી આધેડ મહિલાનો મૃતદેહ પડ્યો હતો. જેથી રોડ પરથી પસાર થઇ રહેલા રાહદારીઓ અને વાહન ચાલકોએ રોડની સાઈડ પર આધેડ મહિલાના મૃતદેહને જોયો હતો અને તુરંત જ કરજણ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ કરજણ પોલીસ સ્ટેશનનાના પી.આઈ એ.કે. ભરવાડ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતા અને આધેડ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપ્યો હતો અને મૃતક આધેડ મહિલાની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી હતી.

પી.આઈ એ.કે. ભરવાડ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો

પી.આઈ એ.કે. ભરવાડ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો

મહિલાના મૃતદેહ પર નિશાન મળ્યા છે
પોલીસની પ્રાથમિક તપાસમાં આધેડ મહિલાના મૃતદેહ પર કોઈ વન્ય પ્રાણી દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના નિશાન જોવા મળ્યા હતા. કરજણ પોલીસે કરજણ વનવિભાગને જાણ કરતા વનવિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم