ભારે પવનના કારણે મીની વાવાઝોડા જેવી સ્થિતિ, અનેક ઝાડ ધરાશાયી, ખેડૂતોના પાકને નુકસાન | Mini storm like conditions due to high winds, several trees fell, damage to farmers' crops | Times Of Ahmedabad

જામનગર12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને મીની વાવાઝોડું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સોસાયટી ડેમ આજુબાજુના બાલંભડી જીવાપર આમરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવતાં ખેડૂતોને નુકસાનીનો વેઠવાનો વારો આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારના રસ્તા વચ્ચે ઝાડ પડી જતા રસ્તા પર બંધ થઈ ગયા હતા. ગામ લોકો દ્વારા તાત્કાલિક જેસીબીની મદદથી પવનના કારણે ઝાડ પડી ગયા હતા તેને રસ્તા પરથી સાફ કરવામાં આવ્યા અને રસ્તો રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યો હતો.

જામનગર જિલ્લાના બાલમડી, જીવાપર, આમરા, દોઢીયા તેમજ સસોઈ ડેમની આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને લઇને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. જેને લઇને ખેડૂતોના પાકનો સોથ વળી ગયો છે. બીજી તરફ જામનગર માર્કેટિંગ યાર્ડમાં હવામાન ખાતાની આગાહી મુજબ તમામ પાકની આવક બંધ કરી દેવામાં આવી છે.

أحدث أقدم