- Gujarati News
- Local
- Gujarat
- Kutch
- A Minor Washed His Face In Narmada Canal Near Bhujpur In Mundra Accidentally Fell Into The Canal, Locals Jumped To Save Him But Could Not Be Saved.
કચ્છ (ભુજ )4 કલાક પહેલા
- કૉપી લિંક
કચ્છમાં આજે સતત બીજા દિવસે નર્મદા કેનાલમાં ડૂબી જવાથી મોતની ઘટના બની છે. ગઈકાલે માંડવી તાલુકાના મોટી રાયણ ગામે જોડિયા મુયર સાથે કેનાલમાં ડૂબી જવાથી મોતની ઘટના તાજી છે ત્યાં આજે મુન્દ્રા તાલુકાના ભુજપુર નજીક પસાર થતી કેનાલમાં માંડવી તાલુકાના મસ્કા ગામના સગીરનું ડૂબી જતાં મોત થયું હતું. આશાસ્પદ સગીરના અવશનથી પરિવાર અને સમાજમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. આમ માત્ર બે દિવસમાં કેનાલ ચાર વ્યક્તિઓ માટે જીવલેણ સાબિત થતા તંત્ર દ્વારા કેનાલ આસપાસ બચાવના પ્રયાસો વિકસાવવાની માગ ઉઠી છે.
આ અંગે જાણવા મળેલી વિગતી મુજબ માંડવી તાલુકાના મસ્કા ગામનો 17 વર્ષીય રણજીતસિંહ ખાનજી પલ વડાલા ખાતેના દશામાંના મંદિરે પદયાત્રાએ નીકળેલા મામા મામીની સેવા માટે બાઈક પર સવાર થઈ ગેલડા ચોવાટ પહોંચ્યો હતો. જ્યાં બધા સાથે આરામ કરતી વેળાએ તે નજીકની નર્મદા કેનાલમાં મોઢું ધોવા ગયો હતો જ્યાં અકસ્માતે તેનો પગ લપસ્તા તે કેનાલના વહેતા પાણીમાં ગરક થઈ ગયો હતો. બનાવના પગલે સ્થાનિકના લોકોએ તુરંત તેને બચાવવા કેનાલમાં છલાંગ લગાવી દીધી હતી પરંતુ હતભાહીનો જીવ બચી શક્યો ના હતો. ઘટના બાદ સગીરના મૃતદેહને મુન્દ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ ખાતે મસ્કા ગામના સરપંચ સહિતના આગેવાનો અને સમાજના લોકોએ હાજર રહી પરિજનીને વહીવટી પ્રક્રિયામાં મદદરૂપ બની સાંત્વના પાઠવી હતી.