પાટણએક કલાક પહેલા
- કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે ધારાસભ્ય માંથી બે ધારાસભ્યોની નિમણૂક કરવાની હોય છે જેમાં વિધાનસભા દવરા એક વિરમગામના હાર્દિક પટેલ અને બીજા ઊંજાના ધારાસભ્ય કિરીટ પટેલની નિમણૂક કરવામાં આવી છે..

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં સરકારના પ્રતિનિધિ રૂપે નવીન બે સેનેટ સભ્ય તરીકે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ અને ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલની સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી છે. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર યુનિવર્સિટીમાં યુનિવર્સિટી ની કોર્ટના સભ્ય (સેનેટ) સભ્ય હોય છે.જેમાં યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે વિધાનસભા માંથી બે ધારાસભ્યોની નિમણૂક કરવામાં આવે છે. ગત વિધાનસભાની ટર્મ પૂર્ણ થતા નવીન ચૂંટાયેલા ધારાસભ્ય પૈકી સરકાર દ્વારા વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ અને ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ બંનેની નવીન સેનેટ સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.