મહેસાણા18 મિનિટ પહેલા
- કૉપી લિંક
મહેસાણામાંથી પસાર થતો અમદાવાદ પાલનપુર હાઇવે પર રાધનપુર સર્કલ અને મોઢેરા રોડ પર અવારનવાર ભારે ટ્રાફિક જામ સર્જાતા હોવાને કારણે સરકારે ટ્રાફિક હળવો કરવા કરોડોના ખર્ચે મોઢેરા ચોકડીથી શિલ્પા ગેરેજ સુધી અંડરપાસ બનાવ્યો એમ છતાં સર્કલ પર થતા ટ્રાફિકજામની સમસ્યા યથાવત રહેતા આજે ધારાસભ્ય મુકેશ પટેલે જિલ્લા પોલીસ વડા સાથે બેઠક કરી હતી.
સંકલન સમિતિ ની બેઠકમાં આ મુદ્દો ઉછડયો હતો
શનિવારે મહેસાણા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી જેમાં મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ રાધનપુર ચોકડી પર રીક્ષા અને ઇક્કો સહિતના ખાનગી વાહનો આડેધડ પાર્કિગ થતા હોવા છતાં પોલીસ કડકાઈને બદલે બેદરકારી દાખવતા આ સમસ્યા સર્જાતી હોવાનો મુદ્દો ઉઠાવી તેનો ઉકેલ લાવવા જણાવ્યું હતું.
SPને મળી ટ્રાફિક દૂર કરવા સૂચનો કર્યા
આજે MLA મુકેશ પટેલ રૂબરૂ જિલ્લા પોલીસ વડાને મળી આ મામલે બેઠક કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી મહેસાણા શહેરમાં મોઢેરા અને રાધનપુર રોડ મોટા ટ્રાફિકની સમસ્યા એ માથાના દુખાવા સમાન છે. આ બાબત અગાઉ સંકલનમાં કરી અને આજે રૂબરૂ જિલ્લા પોલીસ વડા સાથે ચર્ચા કરતા આ માથાના દુખાવા સમાન બનેલ સમસ્યાને યોગ્ય રીતે ત્વરિત આનું નિરાકરણ થાય એવા પગલાં લેવા સૂચનો કર્યા છે.જેમાં SP પણ ટૂંક સમયમાં કડક કાર્યવાહી કરી બને જગ્યા પર ટ્રાફિક સમસ્યા હળવી થાય એવી ખાતરી આપી છે.